આગામી ૧૧ સપ્ટેમ્બરે રાજકોટ ખાતે યોજાનાર એરફોર્સ ભરતી મેળામાં ગીર સોમનાથના યુવાનો ભાગ લઈ શકશે

વિંગ કમાન્ડર, એરમેન સિલેકશન સેન્ટર, એરફોર્સ, મુંબઈ દ્રારા ભારતીય હવાઈદળમાં ગ્રૂપ-વાય ની જગ્યાઓ માટે, વિર સાવરકર ઈંડોર સ્પોર્ટસ સ્ટેડીયમ, રેસ કોર્સ રોડ, રાજકોટ ખાતે ભરતી રેલીનું આયોજન કરાયું­ છે. ગીર સોમના જિલ્લાના ઉમેદવારો માટે તા. ૧૧/૦૯/૨૦૧૭ ના રોજ સવારના ૫.૩૦ કલાકી ભરતી રેલીમાં પ્રવેશ આપવામાં આવશે.

શૈક્ષણીક લાયકાતમાં કેંદ્રીય બોર્ડ/રાજ્ય પરીક્ષા બોર્ડ ધો. ૧૨(૧૦+૨) કોઈ પણ પ્રવાહ અને તેની સમકક્ષ વ્યવસાયલક્ષી કોઈપણ અભ્યાસક્રમમાં સરેરાશ ૫૦% માર્કસ સો પાસ, અંગ્રેજીમાં ૫૦% માર્કસ સો પાસ, તા વય મર્યાદા- ૧૩ જાન્યુઆરી ૧૯૯૮ થી ૨૭ જુન ૨૦૦૧ વચ્ચે (બંને તારીખો સહિત) જન્મેલા હોવા જોઈએ તા ઉંચાઈ ૧૬૫ સે.મી તા તેનાી વધુ ઉંચાઈ ધરાવનાર ઉમેદવારો ભરતી રેલીમાં ભાગ લઈ શકશે.

આ ઉપરાંત તા. ૧૧/૦૯/૨૦૧૭ ના રોજ પ્રમ ડોક્યુમેન્ટ વેરીફીકેશન, એડેપ્ટેબીલીટી ટેસ્ટ-૧ અને ત્યારબાદ લેખીત પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ઉપરોક્ત પ્રક્રીયામાંથી પસાર નાર ઉમેદવારોને તા. ૧૨/૦૯/૨૦૧૭નાં રોજ ફિઝીકલ ફિટનેશ ટેસ્ટ અને એડેપ્ટેબીલીટી ટેસ્ટ-૨ લેવામાં આવશે, ફિઝીકલ ફિટનેશ ટેસ્ટમાં ૧.૬ કિ.મી. ની દોડ ૭ મિનીટમાં પૂરી કરવાની રહેશે, ત્યારબાદ ૧૦ પુસ-ઉપ, ૧૦ સીટ-ઉપ અને ૨૦ સ્કોટસ સમયમર્યાદામા કરવાના રહેશે.

દરેક ઉમેદવારોએ ૦૭ પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ,(૦૩ માસની અંદર પડાવેલા,ટોપી અને ગોગલ્સવગરના), ૦૨(૨૬ સે.મી ૧૨ સે.મી. ના) સફેદ સ્ટેમ્પ વગરના પોતાનું સરનામું લખેલા કવરો, તમામ ઓરીજનલ માર્કશીટો, પાસીંગ સર્ટીફિકેટ, એન.સી.સી સર્ટીફિકેટ, ડોમીસાઈલ સર્ટીફિકેટ અને દરેકની ૦૪ ઝેરોક્ષ નકલો (સ્વ-પ્રમાણીત), ૧૮ વર્ષી વધુ વય ધરાવતા ઉમેદવારોએ તેમની સહીવાળુ અને ૧૮ વર્ષી ઓછી વયના, ઉમેદવારોએ તેમની અને વાલીની સહીવાળું અલગ અલગ કોન્સેટ ફોર્મ (ફોર્મ) નમુના મુજબ લાવવું જરૂરી છે, ઉમેદવારોને સફેદ કલરનું બનીયાન પહેરવાની સલાહ આપવામાં આવે છે,

વધુ વિગત માટે ઓનલાઈન વેબસાઈટ www.airmen­selction.gov.inપરી જાણી શકાશે. તેમ રોજગાર અધિકારીશ્રી ગીર સોમનાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.