બન્ને પાયલોટ પેરાશૂટની મદદથી જમ્પ કરતા બચી ગયા, પ્લેન મકાન ઉપર પડતા તેમાં રહેતા પરિવારના તમામ સભ્યોના મોત નિપજ્યા

રાજસ્થાનના હનુમાનગઢમાં વાયુ સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થઈને પડ્યું હતું. જો કે બન્ને પાયલોટ પેરાશૂટની મદદથી જમ્પ કરી ગયા હતા પણ આ પ્લેન એક મકાન ઉપર પડતા તેમાં રહતા પરિવારના 4 સભ્યોનાં મોત નિપજ્યા છે.

રાજસ્થાનના હનુમાનગઢમાં વાયુસેનાનું મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં 4 ગ્રામીણના મોતના અહેવાલ મળી રહ્યા છે. આ વિમાન ક્રેશ થઈને એક મકાન પર પડ્યું હતું. માહિતી અનુસાર બંને પાઈલટ પણ સુરક્ષિત છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામીણો અને સ્થાનિકો ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. હનુમાનગઢના બહલોલ નગરમાં આ ઘટના બની હોવાની માહિતી મળી છે.

માહિતી અનુસાર ઘટના સમયે ઘરમાં ચાર લોકો હાજર હતા. જે બધા જ મૃત્યુ પામી ચૂક્યા છે. જોકે માહિતી અનુસાર પેરાશૂટની મદદથી જમ્પ લગાવીને બંને પાઇલટોએ પોતાનો જીવ બચાવ્યો હતો. આ મામલે વાયુસેનાએ નિવેદન જાહેર કર્યું હતું. આ નિવેદનમાં જણાવાયું હતું કે આ દુર્ઘટના દરમિયાન મિગ-21 વિમાન ટ્રેનિંગ પર ઉડાન ભરી રહ્યું હતું. દુર્ઘટનાના કારણો જાણવા માટે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સુરતગઢની નજીકમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.