વિમાનમાં વાયુદળના સાત અને સેનાના છ સભ્યો સહિત ૧૩ વ્યકિતઓ મુસાફરી કરી રહ્યા હતા
વાયુસેનાનું AN-૩૨ વિમાન આસામના ઝોરહાટથી અરૂણાચલ પ્રદેશ માટે રવાના થયા બાદ અચાનક ગુમ થયાની ધટનામાં ૧૩ના મૃત્યુની ઝોરહાટથી ૧૨.૨૫ મીનીટે ટેકઓફ થયું હતું અને ૧ વાગ્યા સુધી સંપર્કમાં રહ્યા બાદ કંટ્રોલરુમથી સંપર્ક વિહાણું બની ગયું હતું.
ઉલ્લેખનીય છે કે એરફોર્સની તવારિખમાં અગાઉ ૨૦૧૬માં ચેન્નાઇથી પોર્ટબ્લેપર જતુ AN-૩૨ વિમાન ગુમ થઇ ગયું હતું. જેમાં વાયુસેના ૧ર જવાનાો ૬ ક્રુમેમ્બર એક નેવી જવાન ૧ સેના જવાન અને એક જ પરિવારના ૮ સભ્યો વિમાનમાં સવાર થયા હતા. ૨૦૧૬નું આ લાપત્તા વિમાનનું પત્તો લગાડવા એક સબમરિન, ૮ વિમાન અને ૧૩ જહાજ કામે લગાડવામાં આવ્યા હતા. પરંતુ પરિણામ મળ્યું ન હતું.
આજ રીતે સોમવારે એક વાગ્યા બાદ ગુમ થયેલા વિમાનમાં પ મુસાફરો, ૮ ક્રુમેમ્બર સહીત ૧૩ વ્યકિતઓ સાથેનું આ વિમાન લાપત્તા થયાના બનાવમાં વિમાનને શોધી કાઢવા માટે યુઘ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. વિમાનની શોધખોળની આ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી છે. હજુ સુધી વિમાનનો પત્તો નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે એર માર્શલ રાકેશસિંહ ભદુરિયાના હવાલાથી વાયુદળનું વિમાન AN-૩૨ગુમ થયાની પૃષ્ટિ કરી છે. ર થી ૩ સંદેશામાં રાજનાથ સિંહે જણાવ્યું છે કે આ દુ:ખદ ધટનાની જાણ તુરંત થઇ હતી. હું વિમાનમાં સવાર, તમામના જાનમાલની સલામતીની પ્રાર્થના કરું છું. આ વિમાનને શોધવા માટે એ યુઘ્ધ વિમાન, બે હેલીકોપ્ટરોને કામે લગાડી દેવામાં આવ્યા છે. વિમાન અને તેના કાટમાળનું કોઇ પત્તો લાગ્યો નથી. આ વિમાનમાં વાયુદળ ના સાત અને સેનાના છ સભ્યો સહિત ૧૩ વ્યકિતઓ મુસાફરી કરી રહ્યા હતા. અ‚ણાંચલ પ્રદેશના પશ્ચિમના શ્યામ જીલ્લામાંથી ટેકઓફ થયા બાદ વિમાન એકાએક ગુમ થયું હતું.
લાપત્તા વિમાનમાં સવાર તમામ ૧૩ના મૃત્યુનો ભય
વાયુદળના AN-૩૨ લાપત્તા વિમાનમાં વાયુદળના ૭ અને સેનાના ૬ સહીત કુલ ૧૩ સભ્યોના મૃત્યુની આશંકા ઉભી થઇ છે. આસામના ઝોરહાટથી અરુણાચલ પ્રદેશના ભારત અને ચીન સરહદીય બેઝ કેમ્પ માટે ઉડાન ભરેલા આ વિમાન પહાડી વિસ્તારમાં દુર્ધટનાગ્રસ્ત થવાની દહેશત વ્યકત કરવામાં આવી છે. હજુ સુધી કાટમાળનો કોઇ પત્તો લાગ્યો નથી અને તમામ સવાર વ્યકિતઓના મૃત્યુનો ભય સેવાય રહ્યો છે.
બે એન્જીન વાયુ વિમાન આસામથી ૧૨.૨૭ મીનીટે ટ્રેકઓફ થયા બાદ ૧ વાગ્યે જ ગુમ થઇ ગયું હતું. લાપત્તા વિમાનને શોધવા માટે હરકિયુલેસ વિમાન અને બે હેલિકોપ્ટરો અને વાયુદળનુ ધ્રુવ હેલીકોપ્ટરને કામે લાગડી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. આ દુર્ધટનામાં શોધ અભિયાનમાં દુર્ગમ પહાડી વિસ્તાર અવરોધ રુપ બની રહ્યું છે. વાયુદળ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ સહીત સેનાના ૧૩ જવાનો આ હતભાગી વિમાનમાં સવાર હતા. તે તમામ મૃત્યુ પામ્યા હોવાની દહેશત વ્યકત કરવામાં આવી છે.વાયુદળના વિમાનોની દુર્ધટનાની તપાસમાં વધુ એકના ઉમેરા જેવી આ દુધટનામાં સેનાની બન્ને પાંખો દુધર્ટનાગ્રસ્ત વિમાનની લીડર ચાર પાયલોટ સાત સેના અધિકારીઓ સહીત કુલ ૧૩ સુરક્ષા અધિકારીઓ આ વિમાનમાં સવાર હતા ૨૦૦૯માં આવી જ એક દુધટનામાં વિમાન ગુમ થયું હતું. ૨૦૦૦ માં પણ અરુણાચલ પ્રદેશમાં વિજય નગરમાં વાયુદળનું વિમાન તુટી પડયું હતું.