હાલ ‘વાયુ’તો ઉડી ગયો છે. પરંતુ તેની અસરને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં આજે શહેરમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ પવન સાથે વરસ્યો હતો. બાઈક ઉપર પાછળ બેસીને બજારમાથી નીકળતા એક મહિલાએ વરસાદથી બચવા છત્રીનો સહારો લીધો હતો. પરંતુ આ છત્રી પવનના કારણે કાગડો થઈ ગઈ હતી જે તસ્વીરમાં નજરે પડે છે.
