નાગપુરથી હૈદરાબાદ જઇ રહેલી એર એમ્બ્યુલન્સનું ઇમરજન્સી લેન્ડિંગ મુંબઈ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે લેન્ડિંગ સુરક્ષિત કરવામાં આવી છે અને તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બર પણ સુરક્ષિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ દરમિયાન એર એમ્બ્યુલન્સનું એક પૈડું અલગ થઈ ગયું હતું. મુંબઈ એરપોર્ટનું સંચાલન થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું, અને એર એમ્બ્યુલન્સના લેન્ડિંગ માટે રન-વે તૈયાર કરવામાં આવ્યું. આ પછી, એર એમ્બ્યુલન્સ પાઇલટ્સએ લેન્ડિંગ ગિયરનો ઉપયોગ કર્યા વિના એર એમ્બ્યુલન્સનું ‘પેટ લેન્ડિંગ’ કર્યું.


C-90 એરક્રાફ્ટને નાગપુરથી હૈદરાબાદ જવાનું હતું. એર એમ્બ્યુલન્સમાં કુલ 5 લોકો ઉપસ્થિત હતા જેમાં 2 ક્રૂ મેમ્બર, એક ડોક્ટર અને એક દર્દીનો સમાવેશ થતો હતો. એર એમ્બ્યુલન્સ જેવી નાગપુરથી ટેકઓફ થઈ કે તરત કોઈ મુશ્કેલી જણાઈ હતી. ત્યાર બાદ ટેકઓફ સમયે નાગપુર એરપોર્ટ પર એક વ્હીલ પડી ગયું હોવાની જાણ થઈ હતી.

ટેકઓફ દરમિયાન, એર એમ્બ્યુલન્સનું આગળનું પૈડું ખુલ્યું અને જમીન પર પડી ગયું. પાઇલટને જાણ થતાંની સાથે જ તેણે ATCને જાણ કરી. ATCએ પાઇલટને હૈદરાબાદને બદલે મુંબઈ જવા સૂચના આપી. એર એમ્બ્યુલન્સ મુંબઇ પહોંચે તે પહેલાં રન-વે માટેની તમામ કટોકટીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Mumbai Am
સફળતા પૂર્વક લેન્ડિંગ કર્યા બાદ દર્દીને મુંબઈ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાલ બધા દર્દીઓ
અને મુસાફરો સુરક્ષિત છે. જો સમયસર લેન્ડિંગ ન કરવામાં આવેત તો મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી. મુંબઈ એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સના ઈમરજન્સી લેન્ડિંગ માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી રાખવામાં આવી હતી. મુસાફરોની સુરક્ષા માટે CISF, રેસ્ક્યુ અને મેડિકલ ટીમને એરપોર્ટ પર સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.