તબીબી ક્ષેત્રે સ્કિલ્ડ, અન સ્કિલ્ડ રોજગારીનું થશે સર્જન: ટુંકમાં ભરતી પ્રક્રિયા: એઇમ્સના
ડે. ડાયરેકટર શ્રમદીપ સિંહે આપેલી વિગતો
રાજકોટમાં એઇમ્સ આવ્યા પ હજારથી વધુ નોકરીઓ લાવશે જેમાં તબીબી ક્ષેત્રે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ રોજગારીનું સર્જન થશે. આ માટેની ટુંકગાળામાં ભરતીથી શરુ થશે તેમ એઇમ્સના ડેપ્યુટી ડિરેકટર શ્રમદીપસિંહએ જણાવાયું હતું. ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટ ને ફાળવવામાં આવી છે જેનું ખાતે મુર્હુત ૩૧ ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિ માં થશે. ૭૫૦ બેડની એઈમ્સમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્ય શરુ થશે ત્યારે સમગ્ર એઇમ્સના સંચાલન માટે ૫૦૦૦ થી વધુનો સ્ટાફ જરૂ રી હોવાનું એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું
ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ ઓપીડી થી લઈ ટ્રોમા સુધી ઇમરજન્સી કેસ ને હેન્ડલ કરવામાં આવશે, ૨૦૦ એકર જગ્યામાં નિર્માણ થનાર એઈમ્સમાં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે કોલેજ પણ કાર્યરત થશે. બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ , ફાર્મસી, કિચન, લોન્ડરી, મેડિકલ ગેસ, સહિતના વિભાગોમાં સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે.
શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની પણ જરૂરિયાત મોટા પાયે થશે. આ ઉપરાંત સિક્યોરિટી, ભોજન, સફાઈ સહીત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે. રાજકોટ ખાતે મોટાપાયે રોજગારીનું સર્જન થશે, જેનું ચયન ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ શ્રમદીપ સિંહાએ ઉમેર્યું હતું.
મેગા સીટીના નિર્માણ જેમ એઇમ્સ ક્લસ્ટર ૧,૫૧,૮૦૦ સ્કેવર મીટરમાં ફેલાયેલું રહશે, જેના માટે ખુબ વિશાળ સંખ્યામાં વિવિધ સ્થળોએ બાંધકામ કરવામાં આવશે તેમ એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટરે જણાવ્યું હતું. તબીબી સારવાર માટે જરૂરી હોસ્પિટલ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ શૈક્ષણિક ભવનોના નિર્માણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રાજકોટ એઇમ્સ ખાતે હોસ્પિટલ્સ, ઓડિટોરિયમ, ગેસ્ટ હાઉસ, પી.જી. – યુ.જી. હોસ્ટેલ, ડાઇનિંગ હોલ, નર્સિંગ સ્ટુડન્ટ્સ હોસ્ટેલ સહીત અનેક બ્લોક્સ તૈયાર કરવામાં આવશે.
૭૧ હજાર સ્કેવર મીટરમાં ૭૫૦ બેડની હોસ્પિટલ નિર્માણ પામશે. ૨૨,૫૦૦ સ્કેવર મીટરમાંમેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ અને એડમીન બિલ્ડીંગ તૈયાર કરાશે. ૨૫૦૦ સ્કેવર મીટરમાંઓડિટોરિયમ તેમજ કોન્ફ્રન્સ હોલ, ૩૭૦૦ સ્કેવર મીટરમાં ૨૫૦ વ્યક્તિના સમાવેશ સાથેનું નાઈટ શેલ્ટર, ૬૫૦ સ્કેવર મીટરમાં ૧૪ રૂમનું ગેસ્ટ હાઉસ, ૧૨૦૦૦ સ્કેવર મીટર થી વધુ એરિયામાં વિવિધ કેટેગરીના આવાસ તૈયાર કરવામાં આવશે.
૭૪૦૦ સ્કેવર મીટરમાં ૩૧૨ વિદ્યાર્થીઓની ક્ષમતાની પીજી હોસ્ટેલ, ૫૭૫૦ સ્કેવર મીટરમાં ૨૪૦ ગર્લ્સ અને ૨૪૦ બોયઝની ક્ષમતાની યુ.જી. હોસ્ટેલ, ૧૭૩૦ સ્કેવર મીટરમાં ડાઇનિંગ હોલ, ૪૦૦૦ સ્કેવર મીટરમાં વર્કિંગ નર્સિંગ હોસ્ટેલ અને ૪૫૦૦ સ્કેવર મીટરમાં ૨૮૮ નર્સિંગ છાત્રોની હોસ્ટેલ નિર્માણ થશે. ૨૫૦ સ્કેવર મીટરમાં શોપિંગ કોમ્પ્લેક્સ અને રેસ્ટોરન્ટ ઉપરાંત રમતગમત પ્રવૃત્તિ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ પણ હાથ ધરાશે તેમ સિંહાએ વધુ વિગત આપતા જણાવ્યું હતું.
ગંભીર રોગની સારવાર માટે દર્દીઓને નહીં જવું પડે ગુજરાત બહાર
એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે કારણ કે અહીં તેમને મળી રહેશે. શ્રેષ્ઠ સારવાર એઇમ્સના ડે. ડીરેકટર શ્રમદીપ સિંહાના જણાવ્યા મુજબ કોઇપણ ગંભીર રોગના દર્દીઓને સારામાં સારી સારવાર અહીં જ ઉપલબ્ધ થતા તેમને એઇમ્સ કે મલ્ટીપલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે જવાની જરુર નહી પડે. આ સાથે એઇમ્સમાં કેન્દ્ર તેમજ રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પણ લાભ દર્દીઓને આપવામાં આવશે દવા તેમજ સ્ટેન્ટ સહીત સર્જરીની અનેક વસ્તુ કેન્દ્રના નિયત દરેક દર્દીઓને ઉપલબ્ધ થતા નજીવા દરે દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવશે. રાજકોટ એઇમસ ખાતે ટ્રોમાં, જનરલ સર્જરી, હ્રદય, ગાયનેક, ટીબી, કિડની મગજ સહીતના ગંભીર રોગની સારવાર ઉપલબ્ધ થશે.