રાજકોટ જિલ્લાને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવાનું નિશ્ચિત થયા બાદ હવે એઇમ્સ મળવાના સંજોગો પણ વધુ ઊજળા બન્યા છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં એઇમ્સ માટે ખંઢેરી-પરાપીપળિયાની 300 એકર અને ખીરસરા નજીકની 250 એકર સરકારી ખરાબાની જમીન સૂચવવામાં આવી હતી અને તેની સાથોસાથ પ્રાંત અધિકારી પ્રભાવ જોશીએ એઇમ્સ માટે સૂચવાયેલી જગ્યા એરપોર્ટથી કેટલી દૂર છે, રેલવે સ્ટેશનથી કેટલી દૂર છે, બસ સ્ટેશનથી કેટલી દૂર છે, હવાનું દબાણ, પાણીની સુવિધા, આવવા-જવા માટે રસ્તો અને અન્ય જિલ્લાઓના દર્દીઓને આવવા માટેની સુવિધા સહિતના એઇમ્સના વિવિધ પેરામીટરને ધ્યાનમાં લઇ રિપોર્ટ મોકલ્યો હતો.
રિપોર્ટ મુજબના પેરામીટર છે કે કેમ તેની ચકાસણી કરવા પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાના જોઇન્ટ સેક્રેટરી સુનિલ શર્મા, એઇમ્સના ડાયરેક્ટર, સુપરિટેન્ડન્ટ, હેલ્થ ઓફિસર સહિતના પાંચ અધિકારીઓ રાજકોટ આવ્યા છે. જેઓએ પ્રથમ એઇમ્સ માટે સૂચવાયેલી જગ્યાની ચકાસણી કરી અને આપેલા પેરામીટરની સત્યતા ચકાસી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે સાથે બેઠક યોજી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.