જામનગર રોડથી એસઆરપી કેમ્પ સુધીનો હયાત રોડ પહોળો કરવાની વિચારણા

શહેરના સ્માર્ટ સિટી એરિયાને વધુ ડેવલોપ કરવાના ઉદેશ્યથી મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ચાલુ કામગીરી અને આવશ્યક કામગીરી કરવા અંગે રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં અટલ સરોવર અને નવા 150 ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારની મુલાકાત કરી હતી.

મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરે નોંધ કરી કે પરસુરામધામ મંદિર પાસે આવેલ લેઈક-2 તળાવ ઓવરફ્લો થાય ત્યારે તેનું પાણી રસ્તો ક્રોસ કરે છે ત્યારે ત્યાના બંને રસ્તા એક 24 મીટર અને બીજો 45 મીટરના બંને રસ્તા પરથી પાણી વહે છે. આ બંને રસ્તા પર બોક્સ ક્ધવર્ટ બનાવવા તેમજ અટલ સરોવર લેઇન-1 ઓવરફ્લો થાય ત્યારે તેનું પાણી 150 ફૂટ રીંગ રોડ વહેતા ત્યાં પણ બોક્સ ક્ધવર્ટ બનાવવા અંગે મંજૂરી આપી છે.

જેટલો ચોકડી પાસે ઇલેક્ટ્રિકની બે લાઈન પસાર થાય છે એક 132 કેવી અને બીજી 66 કેવી આ બંને લાઈનને અન્ડરગ્રાઉન્ડ કરવા તેમજ જામનગર રોડ થી 150 ફૂટ રીંગ રોડ એસઆરપી કેમ્પ સુધીના 2 થી 2.5 કિ.મી. રોડ હાલ 10 થી 10.5 મીટર છે જેને પહોળો કરવા અંગે મ્યુનિ. કમિશનરે ચર્ચા વિચારણા કરી હતી.

મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા, સ્પેશિયલ સિટી એન્જી. અલ્પના મિત્રા, પી.એ. (ટેક) ટુ રસિક રૈયાણી, એટીપી અજય વેગડ, એલ એન્ડ ટી ના પ્રતિનિધિ ગણેશ મૂર્તિ અને સફુનીલકુમાર તેમજ જેટકોના એન્જી. વરસડા અને ચિખલીયા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.