એઈમ્સની બે સભ્યોની ટીમ ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લેશે
પરાપીપળીયા પાસે રેલવે લાઈન ઉપર ૧૦૦ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનાવવાનાકામને મંજૂરી મળે તેવી સંભાવનારાજકોટ
એઈમ્સની ટીમ આજે રાજકોટની મુલાકાતેઆવે તેવી સંભાવના છે. એઈમ્સની બે સભ્યોનીઆ ટીમ રાજકોટ આવીને અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરીને સ્થળ મુલાકાત લેશે. ઉપરાંત ઉપલી કક્ષાએથી પણ એઈમ્સ રાજકોટને મળશે તેવી ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી નજીકઆવી રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ગુંજવાયેલુ એઈમ્સનું કોકડુ ઉકેલાય જાય તેવી સંભાવનાવર્તાઈ રહી છે.
ગુજરાતમાં એઈમ્સના નિર્માણ માટે રાજકોટ અને વડોદરા બે શહેરની પસંદગી કરવામાં આવી છે. સરકાર દ્વારા બન્ને સ્થળોની અનેક વખત મુલાકાત લઈને જરૂરી પાસાઓ પણ તપાસવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ રાજકોટને એઈમ્સમળે તેવી પ્રબળ સંભાવનાઓ જોવા મળી છે. રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું હબ છે. સૌરાષ્ટ્રમાં ઘણો ગ્રામીણ વિસ્તાર પણ છે. તેવામાં ગ્રામીણ લોકોને અત્યાધુનિક સારવાર ઘરઆંગણે મળી રહે તે માટે રાજકોટ એઈમ્સ માટે પ્રબળ દાવેદાર છે.
અગાઉ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કચ્છ ખાતે એક સભામાં રાજકોટને એઈમ્સ મળશે તેવી જાહેરાત પણ કરી દીધી હતી. પરંતુ હજુ સુધી કેન્દ્ર કક્ષાએથી કોઈપણ જાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રાજકોટમાં એઈમ્સ માટે પરાપીપળીયા અને ખીરસરા એમ બે સ્થળ નકકી કરવામાં આવ્યા છે. આ બન્ને સ્થળમાં પરાપીપળીયા વધુ અનુકુળ પડે છે. અગાઉ એઈમ્સની ટીમે બન્ને સ્થળોની મુલાકાત લઈ સુવિધાઓ સ્થળ ખાતે ઉપલબ્ધ કરી શકાય તેની તપાસપણ ચલાવી હતી. જેમાં બન્ને સ્થળના રિપોર્ટ સારા મળ્યા હતા.પરંતુ પરા પીપળીયા વધુ અનુકુળ આવ્યું હતું.
લોકસભાની ચૂંટણીને હવે થોડા સમયનીજ વાર છે ત્યારે સૌરાષ્ટ્રના લાખો દર્દીઓ માટે આશિર્વાદરૂપ એઈમ્સનું છેલ્લા ઘણાસમયથી ગુંચવાયેલુ કોકડુ ફરી ઉકેલાય તેવા ઉજળા સંકેતો છે. અગાઉ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ તબીબો સાથે મળીને એઈમ્સ માટે પ્રેઝન્ટેશન પણ કર્યું હતું. હાલના જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા ગાંધીનગરના સચિવ, પૂનમચંદ પરમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાંછે. એઈમ્સના બે અ્ધિકારીઓની ટીમ આજે સાંજના સમયે કે આવતી કાલેરાજકોટની મુલાકાતે આવે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, પરાપીપળીયા નજીક રેલવે લાઈન આવેલી છે.આ રેલવે લાઈન પણ ઓવરબ્રિજ બનાવવા માટે એઈમ્સ દ્વારા જિલ્લા વહીવટી તંત્રપાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ આઓવરબ્રિજ બનાવવા માટે રૂ.૧૦૦ કરોડનો ખર્ચોથનાર છે.
તાજેતરમાં જાહેર થયેલા ચૂંટણીના પરિણામોમાં ભાજપ સરકારને ફટકો પડયો છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના મત મેળવવામાટે એઈમ્સ વિશેષ ભાગ ભજવવાનું છે જે સંદર્ભે એઈમ્સની જાહેરાત થોડા દિવસોમાં થાય તેવીપ્રબળ સંભાવનાઓ છે.
રાજકોટને જો એઈમ્સ મળશે તો તેનોલાભ સમગ્ર સૌરાષ્ટ્રના લાખો દર્દીઓને મળી રહેશે. હાલ સૌરાષ્ટ્રના દર્દીઓ અદ્યતન સારવાર માટે ખાનગી હોસ્પિટલોનો આશરો લઈ રહ્યાંછે. તેવામાં એઈમ્સ માટે રાજકોટને જો પસંદ કરવામાં આવશે તો આ લાખો દર્દીઓને તદન ઓછા ભાવે અદ્યતન સારવાર ઘર આંગણે જ મળી રહેશે. ઉપરાંત ઘણાખરા દર્દીઓને સારવાર અર્થે થોડા-થોડા સમયે અમદાવાદ સુધી ધકકોથતો હોય છે. તેવામાં આ દર્દીઓ માટે એઈમ્સ દર્દીઓ માટે આશિર્વાદરૂપ બની રહેશે.