સૌરાષ્ટ્રમાં વકરેલા સ્વાઈન ફલુ બાબતે થઈ રહેલી કામગીરીની સમીક્ષા
કેન્દ્રની એપીડેમીક ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ, જિલ્લા પંચાયત વગેરેની મુલાકાત
એઈમ્સની ટીમના આગમનના પગલે રાજકોટના અધિકારીઓ અને પદાધિકારીઓમાં દોડધામ
સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફલુએ માજા મુકી છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો છે તેમજ વધુને વધુ લોકો સ્વાઈન ફલુમાં સપડાઈ રહ્યાં છે ત્યારે આ રોગને ડામવા માટે તંત્ર દ્વારા હવે દોડધામ શ‚ કરવામાં આવી છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાતભરમાં સ્વાઈન ફલુએ વિકરાળ સ્વ‚પ ધારણ કર્યું છે. જેના પરિણામે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ પણ સ્વાઈન ફલુને લઈને રાજકોટની મુલાકાત કરી હતી. તેમજ તંત્ર દ્વારા સ્વાઈન ફલુને ડામવા માટે શું પગલા લેવામાં આવે છે તે બાબતે સમીક્ષા કરી હતી.
ગુજરાતમાં સ્વાઈન ફલુ વકરી રહ્યો હોવાથી એઈમ્સની ટીમ દિલ્હીથી ગુજરાત આવી છે. જેમાં ગઈકાલે અમદાવાદની મુલાકાત કર્યા બાદ આજે ૧૧ વાગ્યે આ ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને રાજકોટમાં સ્વાઈન ફલુ બાબતે થતી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ સ્વાઈન ફલુને ડામવા માટે શું પગલા લેવામાં આવે છે તે બાબતે ચકાસણી કરી હતી. વધુમાં રાજકોટની આરોગ્યની ટીમો કલેકટર, કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી સ્વાઈન ફલુ બાબતનો ચિતાર મેળવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં પણ સ્વાઈન ફલુ વોર્ડ તેમજ સ્વાઈન ફલુને લગતી કામગીરીની સમીક્ષા થઈ હતી. હવે આ ટીમ દિલ્હી સ્વાઈન ફલુ બાબતનો રિપોર્ટ તૈયાર કરીને પહોંચાડશે ત્યારબાદ વધુ શું કાર્યવાહી કરવી તે બાબતે વધુ નિર્ણયો કરવામાં આવશે.
દિલ્હીની ડોકટરોની ટીમના આગમનના પગલે રાજકોટમાં સરકારી અધિકારીઓ દ્વારા અગાઉથી જ દોડધામ શ‚ કરીદેવામાં આવી હતી અને રાતો રાત ક્ષતિ પુરતી માટેના પ્રયાસો શ‚ થઈ ગયા હતા.
એઈમ્સની ટીમ રાજકોટ સર્કિટ હાઉસ પહોંચ્યા બાદ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ, કલેકટર કચેરી અને કોર્પોરેશનની મુલાકાતે નીકળી હતી. આ ટીમમાં એઈમ્સમાંથી જુદા જુદા મેડિકલ પ્રેકટીસ કરતા નિષ્ણાંત ડોકટરો પહોંચ્યા છે.