સૌરાષ્ટ્રના પાટનગરની ગરીમા અને રાજયનું સંસ્કૃતી નગર રાજકોટને ‘એઈમ્સ’ની ભેટ આપવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીને અંતે સફળતા મળી છે. રૂપીયા ૧૨૦૦ કરોડના ખર્ચે નિર્માણાધીન એઈમ્સની સ્થાપના માટે રાજય સરકારે રાજકોટમાં ૧૨૦ એકર જમીન ફાળવણીની જાહેરાત કરીને રાજકોટવાસીઓને સુવિધા માટે આ સદીની સૌથી અમૂલ્ય ભેટ આપી છે. તેમાં બે મત નથી.

રાજકોટના વિકાસ અને સંપૂર્ણ સુવિધાસભર બનાવવાના અને રાજકોટને જ પોતાની વડાપ્રધાન યાત્રા માટેના મહત્વના આયામ ગણતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજકોટના જ પનોતા પુત્ર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (કોમનમેન) દ્વારા રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને આરોગ્ય ક્ષેત્રે ઘર આંગણે વૈશ્વીક સુવિધાઆ પ્રદાન કરતી ‘એઈમ્સ’ આપવાનો શ્રેય ભાજપ સરકારને જાય છે.

રાજકોટને એઈમ્સનો અધિકાર અપાવવા માટે અને આ સુવિધા માટે રાજકોટની પસંદગીની પ્રક્રિયા ધારીયે એટલી સરળ નહતી એઈમ્સના રાજકોટના દાવા અને યોગ્યતા માટે ભાજપ સરકારે જે રીતે તબકકાવાર તૈયારીઓ અને પૂર્વભૂમિકા માટે જે રીતે રાજકીય વહીવટ અને પ્રશસંનીય સંઘર્ષ કર્યો છે. તેના પરીપાક રૂપે રાજકોટને આ આવિષ્કાર પ્રાપ્ત થયું છે. તે ન ભૂલવું જોઈએ એઈમ્સની રચનાથી સૌરાષ્ટ્રના નાગરીકોમાં ઘર આંગણે વિશ્વકક્ષાની તમામ પ્રકારની આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બનશે. મેડીકલ કોલેજ અધ્યતન હોસ્પિટલ સાથે એઈમ્સની આરોગ્ય સુવિધાથી રાજકોટ આંતરરાષ્ટ્રીય ફલક પર મેડીકલ ટુરીઝમ અને વિશ્વના અનેક અર્થસુવિધા ધરાવતા દેશના નાગરીકોના ઈલાજનું કેન્દ્ર બનશે સાથે સાથે આરોગ્ય સંશોધનો અને નવા આવીસ્કારોથી રાજકોટની એઈમ્સ મેડીકલ રીસર્ચ સેન્ટર તરીકે પણ સાબીત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વાર રાજકોટનો આભાર માની ચૂકયા છે. તે રાજકોટને પોતીકુમાની એઈમ્સની માન્યતામાં અંગત સહયોગ અને આ પ્રક્રિયાને ઝડપથી પૂરી કરવા માટે તેમણે વ્યકિતગત રસ લઈ રાજકોટમાં એઈમ્સ સાકાર કરીને રાજકોટ પ્રેમ વ્યકત કર્યો છે. આ આ ઉપરાંત મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણીએ રાજકોટની કર્મભૂમિને ‘કોમનમેન’ની અમૂલ્ય ભેટ આપી છે.

રાજકોટને એઈમ્સ અપાવવાની પ્રક્રિયાઓ પૂરી થઈ ચૂકી છે. ઘણા લાંબા સમયની આ કવાયતમાં અંતે સૌરાષ્ટ્ર અને રાજકોટનો વિજય બળવાન પૂરવાર થયો છે.

રાજકોટને એઈમ્સ માટે પસંદ કરવાના કારણોમાં સૌરાષ્ટ્રની વધતી જતી જનસંખ્યા અને સૌરાષ્ટ્રનું મુંબઈ સહિતના મેડીકલ સેન્ટર સુધી પહોચવાનું વધુ અંતર ને ધ્યાને રાખી વડોદરા, સુરત જેવા વિકસીત શહેરોના બદલે રાજકોટને કેન્દ્ર બનાવી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને વિશાળ દરિયાકાંઠાના વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારથી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજકોટને પસંદ કર્યું છે.

એઈમ્સની સુવિધા માટે રાજકોટની પસંદગીના સરકારના આ નિર્ણય રૂપે વીજયભાઈ રૂપાણી એ કોમનમેન દ્વારા કોમનમેનને સદીની સૌથી મોટી ભેટ આપી છે. તેમા બેમત નથી. એઈમ્સની માન્યતા માટે રાજકોટની પસંદગીની પ્રક્રિયામાં આવતા તમામ અંતરાયો અને નકારાત્મક પરિબળોની ગુંચને સહજતાથી ઉકેલવામાં ગુજરાતની નેતાગીરીએ જે ખંત અને ધિરજથી કામ લીધું છે તે આખરે પરિણામ દાઈ બન્યું છે. રાજકોટને એઈમ્સની સુવિધા આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ-સૌરાષ્ટ્રનો પ્રેમ પ્રદર્શીત કરી પોતાની ફરજ પુરી કરી ગણાવી જોઈએ.­­­

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.