આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે એઇમ્સનું ખાતમુહૂર્ત થવાનું છે. જે અંગેની તમામ તૈયારીઓ આજે પૂર્ણ થઈ ગઈ છે. જેનું નિરીક્ષણ કરવા કલેકટર રેમ્યા મોહન સહિતના અધિકારીઓ એઇમ્સના સ્થળે પહોંચ્યા હતા અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

IMG 20201230 WA0014

આવતીકાલે રાજકોટ એઈમ્સનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે. ૨૦૦ એકર જમીનમાં રૂ.૧૧૯૫ કરોડના ખર્ચે એઈમ્સ નિર્માણ થશે. મુખ્યમંત્રી રૂપાણી, નીતિન પટેલ, સાંસદો પણ હાજર રહેશે. તંત્ર દ્વારા રિહર્સલ પણ કરવામાં આવી હતી. અગાઉ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા સહિતના મહાનુભાવોએ સભાસ્થળ, ખાતમૂહર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૃટની વ્યવસ્થા, મેઈનરોડથી સભાસ્થળ સુધીના રૃટના આયોજન, કોરોના સંબંધી સરકારી માર્ગર્દિશકાનું પાલન, વીજળી પુરવઠો, પીવાનું પાણી વગેરે મુદ્દે બેઠકમાં વિશદ ચર્ચા કરવામાં આવી હતી.

IMG 20201230 WA0017

ઉલ્લેખનીય છે કે એઇમ્સમાં ૭૧ હાજર સ્કવેર મીટરમાં ૭૫૦ બેડની હોસ્પિટલ નિર્માણ પામશે.૨૨.૫૦૦ સ્કવેર મીટરમાં મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ અને એડમીન બિલ્ડીંગ ત્યાર કરાશે. ૨૫૦૦ સ્કવેર મીટરમાં ઓડિટોરિયમ અને કોંફરન્સ હોલ ત્યાર કરાશે. ૩૭૦૦ સ્કવેર મીટરમાં ૨૫૦ વ્યક્તિ માટે નાઈટ શેલટર ત્યાર કરાશે૬૫૦ સ્કવેર મીટરમાં ૧૪ રૂમનું ગેસ્ટહાઉસ ત્યાર કરાશે. ૨૦૦૦ સ્કવેર મીટરમાં વિવિધ કેટેગરીના આવાસ ત્યાર કરાશે. ૭૪૦૦ સ્કવેર મીટર માં ૩૧૨ વિદ્યાર્થી ક્ષમતાની પી.જી.હોસ્ટેલ ત્યાર થશે. ૫૭૫૦ સ્કવેર મીટરમાં ૨૪૦ બોઇઝ અને ૨૪૦ ગર્લ્સ ક્ષમતાની યુ.જી હોસ્ટેલ ત્યાર કરાશે. ૧૭૩૦ સ્કવેર મીટર માં ડાઇનિંગ હોલ ત્યાર કરાશે. ૪૦૦૦ સ્કવેર મીટરમાં વર્કિંગ નર્સિંગ, હોસ્ટેલ બનશે. ૪૫૦૦ સ્કવેર મીટરમાં ૨૮૮ છાત્રો નર્સિંગ હોસ્ટેલ નિર્માણ પામશે. ૨૫૦ સ્કવેર મીટરમાં શોપિંગ કોમ્પ્લેક્ષ અને રેસ્ટોરન્ટ બનશે. રમતગમ માટે માટે સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું પણ નિર્માણ કરાશે. કલેકટરના અધ્યક્ષપદ હેઠળ કોર કમિટિ સહિત કાર્યક્રમને સફળ બનાવવા કુલ ૧૫ જેટલી કમિટિની રચના કરાઇ છે, કલેકટરની કોર કમિટિમાં કલેકટર ઉપરાંત એઇમ્સના ડે. ડાયરેકટર, મ્યુ. કમિશનર, પોલીસ કમિશનર, ડીડીઓ, એડી. કલેકટર, ડીએસપી છે. આ ઉપરાંત અન્ય ૧૫ કમિટિમાં મુળ કાર્યક્રમની જવાબદારી રાજકોટ રૂરલ પ્રાંત, મંડપ માટે કાર્યપાલક ઇજનેર અને એઇમ્સનો સ્ટાફ, ટ્રાફિક – રૂટ માટે રાજકોટ એસીપી અને આરટીઓ, એરપોર્ટ ખાતે રાજકોટ સીટી પ્રાંત-૧, મહેમાનોના એકેમોડેશન માટે ડીએસઓ, વાહન વ્યવહાર – ટ્રાફિક માટે આરટીઓ અને પોલીસ, બેઠક વ્યવસ્થા – આમંત્રણ અંગે રાજકોટ સીટી પ્રાંત-૨ અને મામલતદાર કથિરીયા, સલામતી – સુરક્ષા અંગે જિલ્લા પોલીસ વડા, આરોગ્ય અંગે સિવિલ હોસ્પિટલના મેડમરૂપાલી, પ્રેસ મીડીયા માટે માહિતી ખાતુ, કંટ્રોલ રૂમ અંગે મામલતદારને જવાબદારી સોંપાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.