ગુજરાતમાં સૌથી મોટી અને સૌ પ્રથમ રાજકોટના જામનગર રોડ પર ખંઢેરી નજીક રૂા.૧૨૦૦ કરોડના ખર્ચે ૮,૩૫,૯૮૫ ચોરસ મીટર જમીન પર એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થવાનું છે ત્યારે દિલ્હી એઇમ્સની ટીમના ચાર અધિકારીઓએ રાજકોટ ખાતેની કેટલીક જાત માહિતી માટે રૂબરૂ આવ્યા હતા અને નિરિક્ષણ કરી માહિતી મેળવી હતી.
પ્રસ્તૃત તસવીરમાં એઇમ્સના અધિકારીઓએ રાજકોટ મેડીકલ કોલેજના ડીન ગૌરવી ધ્રુવએ એઇમ્સના ડો.સંજીવ મિશ્રા, એમ.આર.બિસમોરા, ડો.સુરજીત ઘટા અને ડો.જગદીસ ગોયેલનું સ્વાગત કર્યુ હતુ તેમજ બેઠક યોજી એઇમ્સ હોસ્પિટલ હસ્તકની મેડિકલ કોલેજની ૫૦ બેઠકની એડમિશન પ્રક્રિયા માટે તજવીજ હાથ ધરી હતી.
તેમજ મેડિકલ કોલેજ શરૂ કરવા માટે બિલ્ડીંગ ભાડે રાખવું કે સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં શરૂ કરવા સહિતના મુદે વિસ્તૃત ચર્ચા કરી હતી અને એઇમ્સ હોસ્પિટલ પહેલાં રાજકોટમાં એઇમ્સ મેડિકલ કોલેજ શરૂ થઇ જશે તેવો નિર્દેશ આપ્યો હતો. માહિતી આપી હતી.