એઈમ્સ એટલે રાજકોટ-સૌરાષ્ટ્રને ભાજપ સરકાર તરફથી મળેલી સૌથી અમૂલ્ય ભેટ
ભારતનાં લોકહૃદયસમ્રાટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તથા ગુજરાતનાં વિકાસવાદી અને પ્રગતિપંથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આમ તો રાજકોટને અનેક ભેટ આપી છે, પરંતુ તેમાંથી એઈમ્સનું મહત્વ અદકેરું છે. કારણ કે, એઈમ્સ થકી સમગ્ર સૌરાષ્ટ્રને અનેક ફાયદા થવાનાં છે. રાજકોટમાં એઈમ્સનાં નિર્માણથી ગુજરાતના દર્દીઓને સારવાર લેવા માટે અન્ય રાજ્યોમાં જવું નહીં પડે. અહીં તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. કોઈપણ ગંભીર રોગના દર્દીઓને રાજકોટ એઈમ્સમાં જ સારામાં સારી સારવાર ઉપલબ્ધ થશે. જેથી અન્ય કોઈ એઈમ્સ કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જવાની જરૂર નહીં પડે. સાથે જ એઈમ્સમાં દર્દીઓને રાજ્ય અને કેંદ્ર સરકારની આયુષ્માન કાર્ડ, મા અમૃતમ કાર્ડ જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ આપવામાં આવશે. દવા તેમજ સર્જરીની અનેક વસ્તુઓ કેંદ્રના નિયત દરે દર્દીઓને ઉપલ્બધ થતાં નજીવા ખર્ચે દર્દીઓ સારવાર કરાવી શકશે.
રાજયની સૌ પ્રથમ એઇમ્સ રાજકોટમાં સ્થપાશે જેથી સૌરાષ્ટ્રભરના અનેક લોકોને થશે અઢળક ફાયદો
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં સીધા દિશાનિર્દેશથી રાજકોટના જામનગર રોડ પર પરાપીપળીયા અને ખંઢેરીની આશરે 200 એકર જમીનમાં અંદાજીત 1200 કરોડનાં ખર્ચે નિર્માણ પામનારી રાજ્યની પ્રથમ એઈમ્સમાં 750 બેડ, દરરોજ 1500 દર્દીઓની ઓપીડી, 100 એમબીબીએસ અને 60 બી.એસ.સી. (નર્સિંગ)ની સીટ ધરાવતી મેડિકલ કોલેજની સુવિધા હશે. એઈમ્સમાં દર્દીઓને રાજ્ય અને કેંદ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ આપવામાં આવશે. દવા તેમજ સર્જરીની અનેક વસ્તુઓ કેંદ્રના નિયત દરે દર્દીઓને ઉપલ્બધ થતાં નજીવા ખર્ચે દર્દીઓ સારવાર કરાવી શકશે. રાજકોટ એઈમ્સમાં ટ્રોમા, જનરલ સર્જરી, હૃદય, ગાયનેક, ટીબી, કિડની, મગજ સહિતના વિવિધ અંગોના ગંભીર રોગોની સારવાર ઉપલ્બધ થશે. એઈમ્સનો લાભ સમગ્ર રાજ્યને મળશે, સાથે જ એઈમ્સની સ્થાપના રાજકોટમાં થતા સૌરાષ્ટ્ર-કચ્છનાં સમગ્ર વિસ્તારને આંતરરાષ્ટ્રીય તબીબી સારવારની સુવિધાઓ સાથે રોજગારી પણ મળી રહેશે.
રાજકોટમાં નવી એઇમ્સની સ્થાપના બાદ આશરે 5000થી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી અને 25000થી વધુ લોકોને અપ્રત્યક્ષ રોજગારી મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકાર દ્વારા ગુજરાત-રાજકોટને આજ સુધીની શ્રેષ્ઠત્તમ ભેટ એટલે એઈમ્સ. માત્ર રાજકોટ જ નહીં સમગ્ર
સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત આખાને સૌ પ્રથમ એઈમ્સની ભેટ મળતા તમામ ક્ષેત્રે ઘણો મોટો ફાયદો થશે. ખાસ ઉલ્લેખનીય છે કે, એઈમ્સ રાજકોટમાં આવતા શહેર અને જિલ્લાઓના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. એઈમ્સને કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળશે જેની અછત વર્ષોથી ભોગવાઈ રહી છે. નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે. રાજકોટમાં એઈમ્સનું નિર્માણ થતા પશ્ચિમ ક્ષેત્રનાં ગરીબ-વંચિત લોકોને ઘણો ફાયદો થશે. મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ આવશે.
કેન્દ્રની મોદી સરકાર તરફથી ગુજરાતને એઈમ્સની ભેટ મળતા અને રાજ્યની રૂપાણી સરકારનાં પ્રયત્નથી રાજકોટમાં એઈમ્સ આવતા આરોગ્ય ઉપરાંત આર્થિક, જમીન-મકાન, બાંધકામ, હોટેલ, રેસ્ટોરન્ટ ક્ષેત્રને પણ અનેક ફાયદાઓ થશે. ખંઢેરી પાસે એઈમ્સનું નિર્માણ થતા રાજકોટની માધાપર ચોકડીથી લઈ છેક જામનગર સુધીની રોડટચ જમીનનાં ભાવ ઉચકાવવાનાં એંધાણ છે. સૌરાષ્ટ્રની આર્થિક નગરી ગણાતા રાજકોટમાં રીયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા ઘણા સમયથી સ્થિર હતું ત્યારે રાજકોટ નજીક ખંઢેરી ગામ પાસે એઈમ્સને મંજૂરી મળતા રાજકોટની ભાગોળે આવેલી માધાપર ચોકડીથી લઈ ખીરસરા, ઈશ્વરીયા, ન્યારા, પડધરી, ધ્રોલ આસપાસની રોડટચ જમીનનાં ભાવોમાં વધારો આવ્યો છે. રાજકોટને એઈમ્સ ફાળવાતા માધાપર ચોકડી આસપાસનાં અને મોરબી રોડનાં જમીન-મકાન માર્કેટમાં તેજી વર્તાય રહી છે.
રાજકોટમાં બનનારી એઈમ્સ સ્વાસ્થ્ય સુવિધા તો આપશે જ સાથોસાથ રોજગારી સર્જનમાં પણ અગત્યની ભૂમિકા ભજવશે. રાજકોટમાં નવી એઈમ્સની સ્થાપના બાદ વિવિધ ફેકલ્ટી અને નોન ફેકલ્ટી પદો પર લગભગ 5000થી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી અને 25,000થી વધુ લોકોને અપ્રત્યક્ષ રોજગારી મળશે. એઈમ્સની સાથે શોપિંગ સેન્ટર, કેન્ટીન, હોટેલ, રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓ અને સેવાઓને કારણે આસપાસનાં ક્ષેત્રમાં પરોક્ષ રીતે રોજગારી ઉત્પન્ન થશે. રાજકોટની ભાગોળે એઈમ્સ નિર્માણ શરૂ થતા ખંઢેરી અને આસપાસના ગામો માટે ધંધો-રોજગારનાં દ્વાર ખૂલવાના છે. એઈમ્સના કારણે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થશે ઉપરાંત મેડિકલ અને સર્જિકલની નવી ઈન્ડસ્ટ્રીઝને વેગ મળશે. રાજકોટથી લઈ જામનગર સુધીનાં લોકોને નાની-મોટી રોજગારી મળી રહેશે. ખાસ કરીને રાજકોટના ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ તથા રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝ સહિતની તમામ ઔદ્યોગિક ક્ષેત્રને એક નવો વેગ એઈમ્સની સ્થાપનાથી મળશે. આમ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પ્રયાસોથી રાજકોટની ભાગોળે એઈમ્સની સ્થાપના થતા અનેકોનેક કારણોસર સૌરાષ્ટ્રભરની જનતાને ઘણા બધા લાભ મળશે.
રાજ્યનાં પ્રથમ મેડિકલ પાર્કની ભેટ મુખ્યમંત્રીએ રાજકોટને આપી છે
નાગલપુર-આણંદપર તેમજ લોધિકા-ખીરસરાની નવી જીઆઈડીસીથી રોજગારી અને લઘુ ઉદ્યોગનાં દ્વાર ઉઘડશે
સૌરાષ્ટ્ર-રાજકોટનાં નાના ઉદ્યોગ રોકાણકારો માટે ધંધા, ઉત્પાદન, વ્યવસાયની નવી તકો ઉભી કરશે નવી જીઆઇડીસીઓ
સૌરાષ્ટ્રનું પાટનગર અને ઈન્ડટ્રીયલ હબ એવા રાજકોટ શહેરનો વિકાસ વૈવિધ્યસભર ઉદ્યોગોને આભારી છે. રાજકોટ શહેર અને આસપાસ મેટોડા, શાપર-વેરાવળ, બામણબોર તેમજ અન્ય વિસ્તારમાં વર્ષોથી જીઆઈડીસી ધમધમી રહી છે. આમ છતાં નવા ઉદ્યોગો સ્થાપિત કરવા ખાસ કરીને નાના ઉદ્યોગો માટે નવી જીઆઈડીસીની માંગ હતી જે પ્રત્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાનુકુળ પ્રતિસાદ પાઠવતાં રાજકોટનાં નાગલપુરમાં નવી જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અહીં મેડિકલ પાર્ક બનાવવા માટે 136 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. જેથી આગામી સમયમાં સમગ્ર સૌરાષ્ટ્ર-રાજકોટનાં નાના ઉદ્યોગ રોકાણકારો માટે ધંધા, ઉત્પાદન, વ્યવસાયની નવી તકો ઉભી થશે. સૌરાષ્ટ્રમાં મેડિકલ ક્ષેત્રનાં વિકાસ માટે વિજયભાઈ રૂપાણીએ નાગલપુરમાં જે નવી જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી છે તેના કારણે અહી મેડિકલ કંપનીઓ અને ફાર્મા યુનિટોની સ્થાપના માટે લાલ જાઝમ બીછાવાઈ ગઈ છે. નવા મેડિકલ પાર્કમાં 450થી વધુ એકમોને સમાવી શકાય તેવો અંદાજ છે. આ જીઆઈડીસીમાં ફાર્મા કંપનીઓ આવવાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થશે.
રાજકોટનાં નાગલપુરમાં નવી જીઆઈડીસીની જાહેરાત ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોધિકા જીઆઈડીસીનો મોડેલ વસાહતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મોડેલ જીઆઈડીસીમાં રોડ-રસ્તા-વીજળી સહિતની સુવિધાઓ છે તેમજ અહીં મજૂરોને પણ રહેવા માટે હોસ્ટેલ સહિતની સુવિધા વિચારણામાં છે. રાજકોટની લોધિકા જીઆઈડીસીમાં હાલ કુલ 1300 યુનિટ છે અને તે 463 હેક્ટરમાં ફેલાયેલી છે. આ ઉપરાંત ખિરસરા જીઆઈડીસી માટે પણ કુલ મળીને 112 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. જેમાં પહેલા તબક્કામાં 90 હેક્ટર જમીન અપાઈ હતી. જેમાં 471 પ્લોટના ડ્રો પણ થઈ ગયા છે અને અન્ય સુવિધાઓ સાથે પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. જ્યારે આ જ જીઆઈડીસીમાં બીજા તબક્કામાં 22 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. રાજકોટમાં આજી, શાપર, મેટોડા, કુવાડવા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં નવી જીઆઈડીસીની સ્થાપનાથી સમગ્ર સૌરાષ્ટ્ર-રાજકોટના ઉદ્યોગજગતને ફાયદો થશે.
રાજકોટની હદમાં નિર્માણ પામનારી નવી જીઆઈડીસીના કારણે રાજકોટ આસપાસના 40થી 50 ગામનાં લોકોને રોજીરોટી મળી રહેશે. 400 મીટરથી 3000 મીટર સુધીના પ્લોટ જીઆઈડીસીમાં હોવાના કારણે નાના ઉદ્યોગકારોને ફાયદો થશે. ખીરસરાની બાજુમાં લોધીકાના પીપેડી તેમજ કાલાવડના આણંદપર સહિતના સ્ળોએ જીઆઈડીસીનો વિકાસ થતા, જીઆઈડીસી નિર્માણ પામતા અસંખ્ય લોકોને ફાયદો થયો છે અને હજુ વધુ લોકોને ફાયદો થશે. ખાસ કરીને લોધીકા તાલુકો કાલાવડ, પડધરીનાં લોકોને ભરપુર રોજગારી પૂરી પાડે છે જેથી આ વિસ્તારમાં નવી જી.આઈ.ડી.સી માટેની ખુબજ માંગણી હતી જેથી ખીરસરા ગામની સરકારી ખરાબાની જમીનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 92 હેકટર જમીન જીઆઈડીસીને આપી છે. આ પ્રકારે માલૂમ પડે છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઔદ્યોગિક વિકાસની સાથોસાથ સામાન્ય માણસોને પગભર બનાવવાનું અને આર્થિક સક્ષમતા પ્રદાન કરવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યાં છે.