રાજકોટ ખાતે નિર્માણાધીન એઈમ્સ હોસ્પિટલની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરતા કેન્દ્રિય મંત્રી, મનસુખ માંડવીયા: જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારોમાં એઈમ્સ દ્વારા મેડીકલ કેમ્પ કરાશે

એઈમ્સની 60 % કામગીરી પૂર્ણતાના આરે: એમ.બી.બી.એસના વિદ્યાર્થીઓને દેશના નિર્માણમાં સહયોગ આપવા અનુરોધ

રાજકોટના જામનગર રોડ પર પરા-પિપળીયા ગામ ખાતે નિર્માણાધીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એઈમ્સ હોસ્પિટલના કેમ્પસની કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ મુલાકાત લઈને હોસ્પિટલ અને શૈક્ષણિક ઈમારતોના ચાલી રહેલા બાંધકામની કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી સુચનાઓ આપી હતી.

Screenshot 10 11 આ તકે મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, દેશભરની કૂલ બાવીસ પૈકીની એક એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં નિર્માણ પામી રહી છે. તેમાં દેશની ઉચ્ચ ગુણવત્તાવાળા ફેકલ્ટીઝ અને સ્ટુડન્ટસ છે. દેશમાં ટર્સરી કેર (અત્યંત વિશિષ્ટ તબીબી સંભાળ) અને હેલ્થને હોલીસ્ટીક એપ્રોચ સાથે જોડવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. પ્રાથમિક સેવા કેન્દ્રો અને વેલનેસ સેન્ટરોને ઈ-સંજીવની ટેલીમેડીસીન મારફતે જોડવાથી દર્દીને જિલ્લાના મથકે આવ્યા વિના એક્સપર્ટની સારવાર મળી રહી છે.

દેશમાં એમ.બી.બી.એસ.ની 51 હજાર સીટમાંથી વધારીને 1 લાખથી વધુ સીટસ કરવામાં આવી છે, પી.જી કોર્ષમાં 34 હજાર સીટથી વધારી 64 હજાર જેટલી કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને મેડીકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસનો પુરતો મોકો મળી રહેશે. રાજકોટ એઈમ્સ ખાતે ઈન્ફ્રાસ્ટ્રકચર ઝડપી ગતિએ નિર્માણ પામી રહ્યું છે. 150 જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ છે, ફેકલ્ટીની ભરતી કરી લેવામાં આવી છે અને જરૂરી તમામ પ્રકારના મેડીકલ ઈક્વીપમેન્ટસ પણ વસાવી લેવામાં આવ્યા છે, આમ, સમગ્રતયા એઈમ્સ હોસ્પિટલનું 60 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી ઓક્ટોબર-નવેમ્બર-2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

હેલ્થ મિનિસ્ટરે એઈમ્સ હોસ્પિટલના કેમ્પસમાં નિર્માણ પામેલ બોય્સ હોસ્ટેલની મુલાકાત લીધી હતી તેમજ ડાઇનિંગ હોલમાં એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેઓને મેડીકલ ક્ષેત્રે દેશના નિર્માણમાં પોતાનો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. શ્રમદાનનું મહત્વ સમજાવીને પ્લાસ્ટિક મુક્ત કેમ્પસની ઝુંબેશમાં સ્વ-સહયોગ આપવા પણ અનુરોધ કર્યો હતો. સ્ટાફ અને ફેકલ્ટી સાથે વાર્તાલાપ કરીને તેમનું મનોબળ વધાર્યુ હતું.

Screenshot 9 11

મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટ જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારોમાં એઈમ્સ હોસ્પિટલ દ્વારા મેડીકલ કેમ્પ યોજવાનું સુચન કર્યું હતું, જેને ઉપસ્થિત પદાધિકારીઓ-અધિકારીને અપનાવીને તેનો સત્વરે અમલ કરવા વચન આપ્યું હતું. ડેપ્યુટી ડાયરેક્ટર (એડમિન) કર્નલ પુનીત અરોરા દ્વારા એઈમ્સ રાજકોટ ખાતે પ્રોજેક્ટના કામોની પ્રગતિ વિશે ટૂંકું પ્રેઝન્ટેશન આપવામાં આપ્યું હતું.

રાજકોટ સિવિલમાં નિર્માણ પામેલ અત્યાધુનિક કેથલેબમાં એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી તથા હાર્ટ સર્જરી અને ન્યુરો સર્જરીની વ્યવસ્થા કરવા અને તેનો લાભ દર્દીઓ સુધી પહોંચાડવાની સાંસદ રામભાઈ મોકરીયાની રજૂઆત અંગે યોગ્ય કરવા મંત્રી માંડવીયાએ ખાતરી આપી હતી.

એઈમ્સ હોસ્પિટલ-રાજકોટની સિધ્ધિઓ

ફેકલ્ટી (ડોક્ટરો)ની વર્તમાન સંખ્યા 65 છે. નવી ફેકલ્ટી અને નિવાસી ડોકટરોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. દર્દીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉચ્ચતમ તબીબી સર્જીકલ અને લેબોરેટરી સાધનો કાર્યરત છે. પ્રધાનમંત્રી ભારતીય જન-ઔષધિ કેન્દ્ર પણ કાર્યરત છે.એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ એક એમ્બ્યુલન્સ અને બેઝીક લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ અન્ય એક એમ્બ્યુલન્સ કાર્યરત છે.બેન્ક , કેન્ટીન સેવાઓ અને અમૃત ફાર્મસી કેમ્પસ ખાતે કાર્યરત છે. દર્દીઓ માટે આભા આઇડી જનરેટ કરવામાં આવ્યા છે અને એઇમ્સના તમામ દર્દીઓને આયુ ભારત ડિજિટલ મિશનમાં ઝડપી સેવાઓ પ્રદાન કરવા દર્દીઓનો રેકર્ડ ઓનલાઈન મેનેજ થાય છે.ઈ-સંજીવનીના રૂપમાં ટેલિમેડિસિન

ક્ધસલ્ટેશન સેવાઓ ફેબ્રુઆરી 2022થી કાર્યક્ષમ રીતે ચાલી રહી છે અને અત્યાર સુધી દૂરના વિસ્તારોમાં 40,000 (સરેરાશ દૈનિક કોલ 136) કરતાં વધુ દર્દીઓને સેવા આપવામાં આવી છે.નિયમિત ઓ.પી.ડી.માં, દરરોજ સરેરાશ 3600 દર્દીઓ સાથે લાભ મેળવનાર દર્દીઓની સંખ્યા 37,000 જેટલી છે.

કેમ્પસમાં ઈન્ટરનેટ, વીજળી અને પાણી પુરવઠાની અવિરત સેવાઓ પાડવામાં પુરી આવી છે.એઈમ્સના મેડિકલ વિદ્યાર્થીઓ માટે વોલીબોલ કોર્ટ, આઉટડોર જિમ, ટી.ટી. ટેબલ, ચેસ, કેરમ વગેરે સહિત આઉટડોર અને ઇન્ડોર સ્પોર્ટ્સ જેવી વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ સાથે કેમ્પસમાં તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે અને તેને અમૃત સરોવર નામ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.