રાજકોટ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ આજે એઇમ્સની સ્થળ વિઝીટ લઈ કામગીરીની સમીક્ષા હાથ ધરી છે. જેમાં ડીસેમ્બરના અંત સુધીમાં એઇમ્સને સંપૂર્ણ રીતે સજ્જ કરી દેવામાં આવશે તેવું જણાવાયું હતું.
જિલ્લા કલેકટર, ગ્રામ્ય પ્રાંત સહિતના અધિકારીઓએ સ્થળ વિઝીટ લીધી, રોડ- બ્રિજના કામોમાં ઝડપ રાખવા સૂચન
રાજકોટના ભાગોળે પરાપીપળીયા નજીક એઇમ્સ કાર્યરત છે. જ્યાં હાલ આઇપીડી ચાલુ છે. જેનો મોટી સંખ્યામાં દર્દીઓ દરરોજ લાભ લઇ રહ્યા છે. હવે અહીં ઓપીડી શરૂ કરી 250 બેડ સાથે સંપૂર્ણ રીતે એઇમ્સને કાર્યરત કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. એઇમ્સની આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશી, ગ્રામ્ય પ્રાંત દેવ હુતી સહિતના અધિકારીઓએ સ્થળ વિઝીટ કરી સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે એઇમ્સ ડીસેમ્બર અંત સુધીમાં સંપૂર્ણ રીતે સજ્જ થઈ જવાની છે આ ઉપરાંત અધિકારીઓ દ્વારા ખાસ રોડ અને બ્રિજના કામોને ઝડપી પૂર્ણ કરવાની તાકીદ પણ કરી હતી.