- પુણે બાદ દેશની સૌથી અત્યાધુનિક લેબોરેટરી રાજકોટ એઈમ્સમાં
- વાઇરલ રિસર્ચ એન્ડ ડાઇગ્નોસ્ટીક લેબ કાર્યરત: કોરોના જેવી બીમારીઓનું નિદાન-સંશોધન હવે ઘર આંગણે
આધુનિક સમયમાં તબીબી વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અન્ય દેશોની સરખામણીએ ભારત ખૂબ જ ઝડપી વિકાસ સાધી રહ્યું છે ત્યારે લેબોરેટરી વિજ્ઞાન ઓટો મિશન તરફ જઈ રહ્યો છે. ઓટો મિશનનો અર્થ એ થાય છે જે કામને અગાઉ લોકો દ્વારા કરવામાં આવતું હતું તે કામ હવે મશીનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ભૂલો પડવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે. ટૂંકમાં કહીએ તો એઈમ્સ રાજકોટ ઓટોમેટેડ મશીનરીઓથી સજ્જ છે. મશીન દ્વારા પરિણામ ખૂબ જ ઝડપી અને ચોક્કસ મળી રહે છે.
ગત તા.10 ઓગસ્ટના રોજ રાજકોટની એઇમ્સ હોસ્પિટલ ખાતે કેન્દ્રિય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ વાઇરલ રિસર્ચ એન્ડ ડાઇગ્નોસ્ટીક લેબોરેટરી(વીઆરડીએલ)નું ઉદધાટન કર્યુ હતું.
આ લેબમાં 25 પ્રકારની તપાસ કરવામાં આવે છે. વી.આર.ડી.એલ. લેબનો સમાવેશ દેશની પુના પછીની બીજી અતિ આધુનિક લેબમાં કરવામાં આવે છે. જેનો ફાયદો સમગ્ર ગુજરાતના લોકોને થઈ રહ્યો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આરોગ્ય સેવાના વિસ્તાર, સુવિધા અને સંશોધન માટે કટિબધ્ધ છે. આરોગ્ય અને તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સારવાર-સુવિધા પુરી પાડતી એઇમ્સ, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેના ઉદાહરણો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં કાર્યકાળમાં પ્રાદેશિક સ્તરે જ 18 જેટલી એઇમ્સ જેવી અત્યાધુનિક હોસ્પિટલો કાર્યરત બની છે અને 4 એઇમ્સ નિર્માણધીન છે. એઇમ્સના માધ્યમથી શ્રેષ્ઠ સુવિધાઓ અને સંશોધનો ઉપલબ્ધ થઇ રહ્યા છે. એઇમ્સમાં સર્વે શ્રેષ્ઠ તબીબોની નિમણૂક થાય છે. વૈશ્વિક કક્ષાની શ્રેષ્ઠ સારવાર ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને એઈમ્સમાં વિનામૂલ્યે મળી રહે છે. આરોગ્ય ક્ષેત્રે ભારત આજે વિશ્વની સમકક્ષ ઉભો છે. આયુષ્યમાન ભારતએ દુનિયાની સૌથી મોટી જન આરોગ્ય સુવિધા છે. કોરોનાના વિપરીત કાળમાં પણ બે- બે પ્રકારની રસીના સંશોધન કરી દેશને કોરોના કાળમાંથી બચાવી લેવાયો હતો.
હાલ લેબમાં કુલ 25 પ્રકારના ટેસ્ટીંગ
એઇમ્સ રાજકોટમાં સ્થિત ટછઉક લેબનું ઉદ્ઘાટન ગત માસ 10 ઓગસ્ટના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા ના હસ્તે કરવામાં આવ્યું હતું. હવે આ લેબ પૂર્ણત: કાર્યરત કરી દેવામાં આવી છે. લેબમાં કુલ 25 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવે છે. રાજકોટમાં સ્થિત વી.આર.ડી.એલ. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદ સમાન છે.
સેન્ટ્રલ લેબની ત્રણ પાંખ એટલે પેથોલોજી માઇક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી
એઈમ્સ રાજકોટમાં સેન્ટ્રલ લેબોરેટરી પણ કાર્યરત છે. જેને કુલ ત્રણ વિભાગોમાં વહેચી દેવામાં આવી છે. જેમાં પેથોલોજી માઇક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી એમ કુલ ત્રણેય વિભાગોનો સમાવેશ થાય છે. આ ત્રણેય વિભાગો અત્યાધુનિક મશીનારીઓથી સજ્જ છે. લેબમાં કામ કરનાર તબીબો અને વૈજ્ઞાનિકો દેશના નિષ્ણાત ફેકલ્ટીમાં ના એક છે. એટલું જ નહિ સેન્ટ્રલ લેબમાં દરેક જાતના રોગોનું પરીક્ષણ અને સંશોધન કરવામાં આવે છે. અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા કાર્યરત આ લેબ દેશની ટોપ લેબોરેટરીમાંની એક છે.
ત્રણેય વિભાગોના સમન્વયથી બીમારીના પરીક્ષણ-સંશોધન સરળ
સેન્ટ્રલ લેબના ત્રણેય વિભાગ એક જ રૂફની નીચે કાર્યરત છે. જ્યારે દર્દીની બીમારીને લક્ષી કોઈ તપાસ હાથ ધરવામાં આવે છે, ત્યારે આ ત્રણ લેબમાંથી કોઈપણ લેબમાં તપાસને મોકલવામાં આવે છે. અથવા તો ત્રણેય લેબના સમન્વયથી તપાસ થાય છે. આમ ત્રણેય વિભાગનો સમન્વય સરળ અને ઉત્તમ રહે છે. જેથી વધું સારી રીતે દર્દીની તકલીફને સમજવા આવે છે. અને તેની તપાસને લગતી કામગીરીને સમજી દર્દીનો ઈલાજ ખૂબ જ સારી રીતે અને સરળતાથી કરવામાં આવે છે. આમ આ હેતુને ધ્યાને રાખીને આ ત્રણેય લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ત્રણેય લેબ પણ ખૂબ જ અત્યાધુનિક મશીનરીઓથી સજ્જ છે.
દેશની અત્યાધુનિક લેબમાં ટછઉકનો ટોપ-3માં સમાવેશ: કર્નલ ડો.અશ્ર્વિની અગ્રવાલ
એઇમ્સ રાજકોટમાં વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટીક લેબોરેટરી (ટછઉક) તરીકે પણ ઓળખવામાં આવે છે. વી.આર.ડી.એલ. લેબમાં લગભગ 25 જેટલા વાયરસની ટેસ્ટીંગ કરવામાં આવે છે. આ સિવાય તેની સાયગ્નોસિસ પણ કરવામાં આવે છે. ઉપરાંત રિસર્ચ પર પણ કામ હાથ ધરવામાં આવે છે. લેબમાં હાલમાં ઋતુજન્ય બીમારીઓ જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા આ દરેકની અલગ અલગ સ્તરે ટેસ્ટિંગ ચાલી રહી છે. ભવિષ્યના દિવસોમાં આ નાની મોટી બીમારીઓની અતિ આધુનિક સ્તરે અને ઝીણવટપૂર્વક તપાસ માટે પણ એઈમ્સ રાજકોટના સત્તાધીશો દ્વારા કામગીરી હાથ ધરાશે . જેના માટે એઈમ્સમાં એક ટીમ પણ રચી દેવમાં આવી છે. જેમાં ચાર ડોક્ટરો અને બે વૈજ્ઞાનિકોનો સમાવેશ કરેલો છે.