- શ્રેષ્ઠ સારવાર અને સચોટ નિદાન થકી ‘એઈમ્સ’ દર્દી નારાયણોને કરાવશે ભગવાનનો સાક્ષાત્કાર
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રવિવારે સૌરાષ્ટ્રવાસીઓને અપાશે ‘એઈમ્સ’ની આરોગ્યલક્ષી ભેટ
Rajkot News
સૌરાષ્ટ્રનાં પાટનગર સમાન રાજકોટનો ભરેલી વિકાસની ઉડાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એરપોર્ટ, એઈમ્સ અને જામનગર સુધી રેલવે ડબલ ટ્રેક જેવા મહત્વના પ્રોજેકટની ભેટ આપવામાં આવી છે.જેમાં લોકોની સુખાકારી માટે ઘર આંગણે શ્રેષ્ઠ અને સસ્તી સુપર સ્પેશ્યાલીસ્ટો દ્વારા સારવાર મળી રહે તે માટે જામનગર રોડ નજીક પરાપીપળીયા પાસે 200થી વધુ એકરમાં રૂ.1200 કરોડના કર્ચે નિર્માણાધીન રાજકોટ એઈમ્સ સહિત દેશની પાંચ એઈમ્સનું આગામી તા. 26ને રવિવારના રોજ પી.એમ. મોદીના હસ્તે લોકાપર્ણ થવાની છે.ત્યારે આ અંગે પત્રકારો સાથે રાજકોટ એઈમ્સના ડાયરેકટર સી.ડી.એસ. કટોચે જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના દર્દી નારાયણને વિશ્ર્વકક્ષાની આરોગ્ય સંભાળ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
ભારતના હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા તરફની અભૂતપૂર્વ છલાંગમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ, ગુજરાતથી રાષ્ટ્રવ્યાપી પાંચ નવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અને અનેક મેડિકલ અને હેલ્થકેર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂ.11,391.79 કરોડના મૂલ્યના આ પ્રોજેક્ટ્સ આરોગ્યસંભાળ સેવાઓની ગુણવત્તા અને સુલભતા વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
આ વ્યાપક આરોગ્યસંભાળ પહેલ સરકારના વધેલા આરોગ્ય બજેટ સાથે સંરેખિત છે, જે 2013- 14 થી આશરે 143% વધ્યું છે. આયુષ્માન ભારત અને eSanjeevani ટેલિકોન્સલ્ટેશન સેવાઓ જેવી યોજનાઓની રજૂઆત મહત્ત્વપૂર્ણ રહી છે, જેમાં eSanjeevani 10 કરોડથી વધુ પરામર્શ ઓફર કરેલ છે.
2014 થી 157 નવી મેડિકલ કોલેજોની સ્થાપના, પરિણામે એમબીબીએસ અને પીજી બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો છે, જે તબીબી શિક્ષણ અને માળખાકીય વિકાસમાં અવિરત પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે. રોગોને દૂર કરવા અને સફળ કોવિડ રસીકરણ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરીને જાહેર આરોગ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
આ પ્રસંગની ગંભીરતાને ઉજાગર કરતા, વડાપ્રધાન મોદી વ્યક્તિગત રીતે એઈમ્સ રાજકોટનું ઉદ્ઘાટન કરશે, જે ગુજરાતમાં સૌપ્રથમ એઈમ્સ છે, જે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં આરોગ્ય સંભાળમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે. આ પહેલો સુલભ વિશ્વ-કક્ષાની આરોગ્યસંભાળ, સામાજિક-આર્થિક સશક્તિકરણ અને સર્વસમાવેશક વૃદ્ધિ સાથે નવા ભારત માટેના વડા પ્રધાન મોદીના વિઝનનો મુખ્ય ભાગ છે.
તબીબી વારસાની ઝાંખી માટે સ્થાપત્યનું સર્જન
એઇમસ આવતા દર્દીઓને ભારતના તબીબી વારસો અને ભવ્ય ભૂતકાળની ઝાંખી થાય તે માટે કેમ્પસમાં ભગવાન બુદ્ધ, મહર્ષિ સુશ્રુત અને જીવનના સાત ચક્રોનું પ્રતિનિધિત્વ કરતી કલાકૃતિઓનું સ્થાપત્ય સ્થાપિત કરાયું છે.
પર્યાવરણની સુરક્ષા માટે પ્રતિબદ્ધ એઇમ્સ
ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત એઈમ્સ હોસ્પિટલના વિશાળ ગ્રાઉન્ડમાં સ્વચ્છ અને હરિયાણા કેમ્પસ માટે વરસાદી પાણીનો સંગ્રહ, વ્યાપક વૃક્ષારોપણ અને ઈ રીક્ષાનો ઉપયોગ અને સુએજ ટ્રીટમેન્ટ સહિતની સુવિધા ઊભી કરી સ્વચ્છ વાતાવરણ પૂરી પાડશે તથા સ્વચ્છ આબોહવા નિયંત્રણ માટે આયુષ બ્લોક,એકેડેમીબ્લોક , આઇપીડી અને શાબઘરમાં એર ક્ધડીશન અને આરામ માટે કેન્દ્રીય કૃત એર કન્ડિશન સ્થાપિત કરવામાં આવ્યું છે.
પર્યાવરણીય જાળવણી માટે દર્દીઓ તેમજ સ્ટાફ માટે ઇ-રિક્ષાની સેવા
એમ્સ હોસ્પિટલમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનું અત્યાધુનિક માળખા સાથે કટોકટીની સેવા અને સુરક્ષા મળે તે માટે ત્રણ હેલિપેડનું નિર્માણ કરાયું છે.જ્યારે કેમ્પસમાં પર્યાવરણીય જાળવણી ની પ્રતિબદ્ધતા સાથે અવરજવર સુનિશ્ચિત કરવા માટે અને દર્દીઓ તેમજ પરિચારીકો માટે ચાર ઇ- રિક્ષા શરૂ કરવામાં આવી છે. દર્દી મુલાકાતી, સ્ટાફના વાહનો પાર્ક થઈ રહે તે માટે ઉતમ પાર્કિંગ વ્યવસ્થા, શોપિંગ કોમ્પ્લેક્સ ,એટીએમ ,ઔષધી કેન્દ્ર, (અમરિત) ફાર્મસી, કેન્ટીન, 66 કેવી ગ્રીડ સબ સ્ટેશન, એચવીએસી પ્લાન્ટ રૂમ, કાર્યક્ષમ ગટરવ્યવસ્થા, શબઘર બ્લોક,બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ બ્લોક,નાઈટ શેલ્ટર, ગેસ્ટ હાઉસ, રેસીડેન્સીયલ કોમ્પ્લેક્સ, ડિરેક્ટરના બંગલાઓ, સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે.અહી હાઈસ્પીડ ઇન્ટરનેટ, સીસીટીવી અને આઇટી કંટ્રોલરૂમ તૈયાર કરી ભારત સરકારની ડિજિટલ ભારતની પહેલને સમર્થન કર્યું પ્રત્યેની પ્રતિબદ્ધતા દાખવી છે.જ્યારે અહી ટેલિકોમ્યુનિકેશ ની કનેક્ટિવિટી આઈએલએલ અને આઇબીએસ દ્વારા ઉન્નત કનેક્ટિવિટી સ્થાપિત કરાઈ છે.જ્યારે આ માટે વડોફોન,બીએસએનેલ,જીઓ,એરટેલ સહિતના નેટવર્ક કવરેજને સુનિશ્ચિત કર્યું છે.
દિલ્હી એઈમ્સને ટકકર મારે તેવી સુવિધા
આઈપીડીમાં દર્દીને નિદાન, દાખલ અને દવા સહિતની સારવાર માટે પ્રતિબધ્ધ
એઈમ્સમાં આઈપીડીનાં ભાગરૂપે દર્દીને તાત્કાલીક સારવાર બેડ, સર્જિકલ ક્ષમતા, ડાયગ્નોસ્ટિક, ફાર્મસી, સંકલિત પ્રયોગશાળા, ટેલીહેલ્થ ઈનોવેશન્સ, સીજીએચએસ સાથે એમઓયુ અને અઢળક સહાયક સારવારના ભાગરૂપે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સમગ્ર ટાવરમાં 250 પથારીઓનો સમાવેશ થાય છે, જે ત્રણ માળ સુધી ફેલાયેલ સેન્ટ્રલ હોસ્પિટલ બ્લોક બનાવે છે, જેમાં વિશિષ્ટ 30 બેડના આયુષ બ્લોકનો સમાવેશ થાય છે.
ઊર્જા પ્રાપ્તિ અને સફાઈ સેવા માટે એમઓયુ કરાયા
એઈમસ હોસ્પિટલમાં ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે ગુજરાત ગેસ કોર્પોરેશન લિમિટેડ સાથે કરાર કરવામાં આવ્યા છે જ્યારે જંતુ નિયંત્રણ, પાણીની ટાંકીની સફાઈ, લોન્ડ્રી ,આહાર સુવિધા પૂરી પાડવા માટે એચ આઇટીઇએસ(હાઇટ્સ) સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.
દર્દીની સવલતોને ધ્યાનમાં રાખીને સુવિધાઓ
એઈમ્સમાં ઓપીડી 31 ડિસેમ્બર 2021ના રોજ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 144,617 દર્દીઓને સેવા આપવામાં આવી છે. જેમાં દૈનિક હાજરી 450 થી 500 દર્દીઓની છે. ઓપીડીમાં 250 બેડની સાથે 14 મલ્ટીસ્પેશિયાલીસ્ટ વિભાગોનું પણ સુવિધા આપવામાં આવી છે. ટેલીમોકસીન સેવાઓએ 70337 પરામર્શ, 24મી ફેબ્રુ. 2022 થી હાથ ધર્યા છે. હેલ્થકેરની એકસેસિબિટી ગેપને દૂર કરવા માટે અગ્રેસર કરવામાં આવ્યું છે.
મેડિકલના સ્ટુડન્ટને તાલીમ સાથે રહેવાની સુવિધા
રાજકોટ એઈમ્સમાં 69 ફેકલ્ટી ટીમના માર્ગદર્શન હેઠળ 200 યુજી વિદ્યાર્થીઓ અને 16 પીજી વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય સંભાળના ભાવિને આકાર આપવાના છે. ત્યારે એઈમ્સમાં નર્સીંગ કોલેજની સાથે સાથે પીજી સુવિધાની પણ ખુબજ સારી વ્યવસ્થા કરવામાંઆવી છે. પીજી વ્યવસ્થા માટે રેસિડેન્ટસીયલ બ્લોક પણ તૈયાર કરવામાં આવેલ છે. હજુ વ્યવસ્થાને વધારવા અંગે કાર્યરત રહેવાના છીએ.
એઈમ્સમાં 391 નર્સો અને ટેકનીકલ સ્ટાફ સહિત એક મજબુત બિન અધ્યાપક ટીમ સંસ્થાના મિશનનને સમર્થન આપે છે.
વાઇરલના નિદાન માટે રિસર્ચ અને લેબનું નિર્માણ
વાઇરલ ઇન્ફેક્શનના વધતા રોગોના નિદાન માટે વાઇરલ રિસર્ચ અને ડાયગનોસ્નિટીક લેબનું નીર્માણ કરાયું છે જે લેબ નવા ફેલાતા રોગોનું સંશોધન કરી તેનું નિદાન કરવાનું કાર્ય કરશે.જ્યારે પી એમ એબીએચાઈએમ (પીએમ અભીમ) હેઠળ 17 કરોડ રૂપિયાનું ફાળવી બી એસ એલ થ્રી સ્તરની લેબની મંજૂરી મળી છે.જે ગુજરાત અને નવી બનેલી અન્ય એઇમ્સ માટે આ પ્રકારની પ્રથમ લેબ છે જે ચેપી રોગોનું સંશોધન કરવાનું કાર્ય કરશે. એઇમ્સ ફેકલ્ટી માનવતાની સુધારણા માટે તબીબી વિજ્ઞાનને આગળ વધારવાના ઉદ્દેશ્યથી એક્સ્ટ્રામ્યુરલ અને ઇન્ટ્રામ્યુરલ સંશોધન હાથ ધરાયા છે. આ સંશોધન યાત્રા માં રાજકોટ એઇમ્સ પોતાનો ફાળો આપી વૈશ્વિક તબીબી સમુદાયમાં યોગદાન આપવા આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલી જનરલોમાં પણ પોતાના સંશોધનોના પત્ર પ્રકાશિત કર્યા છે