પડધરી તાલુકાના ખંઢેરી ગામના બે સર્વે નંબરને રાજકોટ તાલુકાના પરાપીપળીયા ગામમાં સમાવી દેવાયા: મહેસુલ વિભાગમાંથી સૂચના આવતા કલેકટરની કાર્યવાહી, પોલીસના કાર્યક્ષેત્ર માટે ગૃહ વિભાગનું પણ જાહેરનામું

એઇમ્સ હવે સંપૂર્ણ રીતે સિટી પોલીસ અને તાલુકા મામલતદારના કાર્યક્ષેત્રમાં આવી ગયું છે. પડધરી તાલુકાના ખંઢેરી ગામના બે સર્વે નંબરને રાજકોટ તાલુકાના પરાપીપળીયા ગામમાં સમાવી દેવાયા છે. આ મામલે ગૃહ વિભાગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

રાજકોટની ભાગોળે પરાપીપળીયા નજીક એઇમ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે અત્યાર સુધી એઇમ્સ પડધરી અને રાજકોટ બન્ને તાલુકામાં આવતી હતી. કારણકે પડધરી તાલુકાના ખંઢેરી ગામના બે સર્વે નંબરની જમીન પણ એઇમ્સમાં વપરાય છે. જ્યુડિશિયલ બાબતે બે કચેરીઓ આવતી હોય, છેલ્લા ઘણા સમયથી કોઈ એક કચેરીની ઓથોરીટી રહે તેવા પ્રયાસો થઈ રહ્યા હતા.

અંતે ગૃહ વિભાગે આ મામલે મોટો નિર્ણય લીધો છે. ખંઢેરીના બે સર્વે નંબરને પરાપીપળીયામાં ભેળવવામાં આવ્યા છે. એટલે હવે આખી એઇમ્સ પરાપીપળીયામાં આવે છે. જેની ઓથોરીટી રાજકોટ તાલુકા મામલતદારની ગણાય છે.

એઇમ્સના કારણે પડધરી તાલુકાના ખંઢેરી ગામના બે સર્વે નંબર રાજકોટ તાલુકાના પરા પીપળીયા ગામમાં ભેળવી દેવાયા છે.ગાંધીનગરથી રેવન્યુ વિભાગનો આદેશ આવતા રાજકોટ કલેકટર દ્વારા કરવામાં કાર્યવાહી કરવામાં આવી છે. આ નિર્ણય પછી હવે એઇમસનું સમગ્ર સંકુલ રાજકોટ તાલુકામાં આવી ગયું છે.ગૃહ વિભાગે પણ અલગથી આદેશ કર્યો છે અને તેમાં અત્યાર સુધી એઇમ્સ જગ્યા રાજકોટ અને પડધરી તાલુકા પોલીસ સ્ટેશનમાં હતી તેના બદલે હવે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવી ગઈ છે અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નીચે એઈમ્સ મૂકવામાં આવ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારે એરપોર્ટનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે વહીવટી સરળતા ખાતર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગોરીડા, જીવાપર, બામણબોર, નવાગામ અને ગુંદાળા ગામને રાજકોટ તાલુકામાં મુકવામાં આવ્યા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.