કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અન્ડર સેક્રેટરી પી.વી. મોહનદાસ અને એઈમ્સના ડે.ડાયરેકટર એન.આઈ. બીસ્નોઈએ લીધી સ્થળ મુલાકાત
જિલ્લા વહિવટી તંત્રએ જમીન સોંપણીની કામગીરી સુપેરે પાર પાડી: હવે સમગ્ર પ્રકરણ આરોગ્ય વિભાગને હવાલે, પ્રાંત અધિકારી ઓમપ્રકાશ રહેશે સંકલનમાં
ખંઢેરીની ૨૦૦ એકર જમીનનો કબ્જો આજે એઈમ્સને સોંપવામાં આવ્યો છે. આજરોજ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અંડર સેક્રેટરી પી.વી.મોહનદાસ અને એઈમ્સના ડે.ડાયરેકટર એન.આઈ. બિસ્નોઈ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ એઈમ્સ સંકુલની સ્થળ મુલાકાત લીધી હતી. આ વેળાએ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પડધરી મામલતદાર દ્વારા તેઓને જમીનનો કબજો સોંપવામાં આવ્યો હતો.
સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આશિર્વાદરૂપ એઈમ્સના નિર્માણ માટેની કાર્યવાહી હાલ આગળ ધપી રહી છે. એઈમ્સના નિર્માણ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાવાની છે. હાલ અહીંના દર્દીઓને મોટી સર્જરી માટે બહાર જવું પડી રહ્યું છે જે એઈમ્સના નિર્માણ બાદ ઘર આંગણે નજીવા ખર્ચે ઈ શકશે. સરકાર દ્વારા ગુજરાતમાં એકમાત્ર રાજકોટને એઈમ્સ ફાળવવામાં આવતા ઠેર-ઠેર આનંદની લાગણી છવાઈ હતી. એઈમ્સના નિર્માણી માત્ર રાજકોટ ને જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને ઘણો ફાયદો વાનો છે. ત્યારે હાલ આ એઈમ્સના નિર્માણની કામગીરી આગળ ધપી રહી છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અન્ડર સેક્રેટરી પી.વી.મોહનદાસ, એઈમ્સના ડે.ડાયરેકટર એન.આઈ.બિસ્નોઈ તેમજ આર્કિટેકટ દ્વારા આજે રાજકોટની મુલાકાત લેવામાં આવી હતી. સૌપ્રમ તેઓએ સર્કિટ હાઉસ ખાતે ટૂંકુ રોકાણ કરી આરામ ફરમાવ્યો હતો બાદમાં તેઓએ ખંઢેરી ખાતે જ્યાં એઈમ્સ સંકુલનું નિર્માણ વાનું છે તે જગ્યાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ સ્થળ સમીક્ષા હાથ ધરી હતી. આ તકે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, અધિક કલેકટર પરિમલ પંડયા, ગ્રામ્ય પ્રાંત અધિકારી ઓમપ્રકાશ, શહેર-૧ પ્રાંત અધિકારી ચૌહાણ, શહેર-૨ પ્રાંત અધિકારી જે.કે.જેગોડા, પડધરી મામલતદાર તેમજ પીડીયુ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતા, મેડિકલ કોલેજના ડીન ડો.ગૌરવી ધ્રુવ ઉપરાંત આર એન્ડ બી અને જેટકોનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.
એઈમ્સ સંકુલનું નિર્માણ ખંઢેરીની સર્વે નં.૬૪ જૂના નંબર-૧૬ની ૨૦૦ એકર જમીનમાં થવાનું છે. આ માટે જમીન લેવલીંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. ઉપરાંત અહીંથી પસાર થતી વીજ લાઈનનું પણ શીફટીંગ કરી દેવામાં આવ્યું હતું. જમીનની પેપર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. ત્યારે આજરોજ એઈમ્સના અધિકારીઓ હાજર હોય પડધરી મામલતદાર દ્વારા તેઓને જમીનનો કબ્જો સોંપી દેવામાં આવ્યો હતો. જમીનના કબ્જાની સાથે માપણી સીટ, પંચરોજકામ, નકશા અને હુકમનું એલોટમેન્ટ કરી દેવામાં આવ્યું હતું. આમ આજરોજ એઈમ્સ માટે ૨૦૦ એકર જમીનનો કબજો સોંપવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુપેરે પાર પાડવામાં આવી છે. હવે આ સમગ્ર પ્રકરણ આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ આગળ ધપતું રહેશે. જેમાં સંકલનમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી ઓમપ્રકાશને રાખવામાં આવ્યા છે.
એઈમ્સના નિર્માણી તેની પાછળ આવેલા ખેતરોનો રસ્તો બંધ થશે: યોગ્ય કરવા રજૂઆત
એઈમ્સ માટે જે જગ્યા સોંપવામાં આવી છે તે જગ્યાની પાછળ ખેતર ધરાવતા ખેડૂત લક્ષ્મણભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, એઈમ્સની જમીનના પાછળના ભાગે અનેક ખેડૂતોના ખેતરો આવેલા છે. એઈમ્સના નિર્માણ બાદ તેઓના ખેતરે જવાના રસ્તા બંધ થઈ જશે. એઈમ્સનું નિર્માણ એ ખુબ જ સારી વાત છે જેમાં સમસ્ત ગ્રામજનોનો સંપૂર્ણ સહકાર છે પરંતુ જે ખેડૂતોની જમીન એેઈમ્સના પાછળના ભાગે છે તેઓને ખેતરે જવાનો રસ્તો બંધ થઈ જતાં સમસ્યા સર્જાશે. જેથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ છે.
ખેડૂતના રસ્તાના પ્રશ્નનો યોગ્ય નિકાલ કરાશે: અધિક કલેકટર પરિમલ પંડયા
અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું કે, એઈમ્સ માટે ખંઢેરી ગામની ૨૦૦ એકર જમીન સોંપી દેવામાં આવી છે. જેમાંથી આશરે દોઢ એકર જમીન ખાનગી છે. હવે આગળની ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી એઈમ્સ દ્વારા હાથ ધરવામાં આવશે. એપ્રોચ રોડ સહિતના કામો માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી દેવામાં આવી છે. વધુમાં ખેડૂતોની માર્ગ માટેની માંગણી વિશે તેઓએ કહ્યું કે, સ્થળ વિઝીટ દરમિયાન ખેડૂતોએ રસ્તાની માંગ કરી હતી. જેને લઈને ચોક્કસપણે કાર્યવાહી કરાશે. ખેડૂતોને કોઈપણ પ્રકારની સમસ્યા થવા દેવામાં આવશે નહીં