૫૦૦ લોકોની ક્ષમતાવાળું ડોમ, તેમાં ૩૨ બાય ૫૬ ફૂટનું સ્ટેજ : ૨૦૦ લોકોને આમંત્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે: કેન્દ્રીય આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતના ઉપસ્થિત રહેશે
સવારે ૧૦ વાગ્યે ઇ-ખાતમુહૂર્ત: કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ઉપર ખાસ ધ્યાન દેવાશે
આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે એઇમ્સનું ખાતમુહૂર્ત થવાનું છે. જે અંગેની તમામ તૈયારીઓ આજે પૂર્ણ થઈ ગઈ છે. જેનું નિરીક્ષણ કરવા કલેકટર રેમ્યા મોહન સહિતના અધિકારીઓ એઇમ્સના સ્થળે પહોંચ્યા હતા. આ પૂર્વે અધિકારીઓએ એરપોર્ટથી એઇમ્સ સુધીનું રીહર્સલ પણ કર્યું હતું.
આવતીકાલે રાજકોટ એઈમ્સનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે. ૨૦૦ એકર જમીનમાં રૂ.૧૧૯૫ કરોડના ખર્ચે એઈમ્સ નિર્માણ થશે. મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યપાલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદો પણ હાજર રહેશે. તંત્ર દ્વારા રિહર્સલ પણ કરવામાં આવી હતી. રાજકોટ એઇમ્સના ખાતમુહૂર્તમાં ૫૦૦ લોકો બેસી શકે તેવો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના સાંસદ, ધારાસભ્યો સહિત ભાજપના દિગ્ગજ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આવતીકાલે ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સ્થળ પર હાજર રહેશ. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઇમ્સનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કરશે. આવતીકાલે સવારે ૧૦ વાગ્યે દિલ્હીથી નરેન્દ્ર મોદી ઇ-ખાતમુહૂર્ત કરશે. જેમાં રાજકોટમાં ૩૨ બાય ૫૬ ફૂટનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે.
૧૫ કમિટીના ૨૦૦ અધિકારીઓ અને કર્મચારીઓ રીહર્સલમાં જોડાયા
આવતીકાલે શિલાન્યાસના પગલે આજે એરપોર્ટથી એઇમ્સ સુધી આશરે ૧૭ કિલોમીટર સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું. કુલ ૧૫ કમિટી જોડાઈ હતી અને જુદા જુદા વિભાગના ૨૦૦ લોકોએ જવાબદારી સંભાળી છે. જેમાં એઇમ્સના પ્રચાર પ્રસાર માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ૫૦ જેટલા બેનરો હાઇવે પર લગાવવાની કામગીરી ચાલુ છે. આ સિવાય ટ્રાફિક, વાહન વ્યવહાર માટે આરટીઓ અને પોલીસને જવાબદારી સોંપાઈ છે. ફરજ પરના લોકોને ફૂડ અને નાસ્તા માટે ફૂડ ખાતાના અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે.
આરોગ્ય ક્ષેત્રે નવો અધ્યાય રચાશે: એઈમ્સ ડે. ડાયરેકટર શ્રમદિપસિંહ સિંહા
એઈમ્સની તૈયારીઓ અંગે અબતક સાથેની વિશેષ વાતચીતમાં એઈમ્સના ડેપ્યુટી ડાયરેકટર શ્રમદીપસિંહ સિંહા જણાવે છે કે, આપણા માટે ગર્વની વાત છે કે કાલે વડાપ્રધાન મોદીનાં હસ્તે એઈમ્સનું ખાત મૂહૂર્ત થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે ગુજરાતનાં ગર્વનર પણ ઉપસ્થિત રહેવાના છે. કેન્દ્રીય હેલ્થ મંત્રી ડો. હર્ષવર્ધન, રાજયમંત્રી અશ્ર્વીનકુમાર ચોબી પણ જોડાય રહ્યા છે. એઈમ્સ એક તૃતીયક સેવાકીય હોસ્પિટલ છે. જે અર્થ થાય છે. એઈમ્સમાં રીસર્ચની સાથોસાથ મેડીકલની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે એઈમ્સમાં તમામ પ્રકારનાં ખર્ચાળ રોગોનાં ઈલાજો કરવામાં આવશે એમઆરઆઈ સીટીની સુવિધા જેવી તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવાશે આ તમામ મોંઘા ઈલાજો જનતાને નજીવા દરમાં ઉપલબ્ધ કરાવાશે એઈમ્સ ગુણવતા પુર્વકનાં ઈલાજો પ્રદાન કરશષ અને તેની સાથોસાથ સરકારની તમામ યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળશે.
આયુષ્યમાન ભારત યોજના, જનની સુરક્ષા યોજના, નેશનલ એઈમ્સ ક્ધટ્રોલ ઓર્ગેનાઈઝેશનની યોજનાઓ, શિશુ કલ્યાણ યોજના સહિતની તમામ પ્રકારની સુવિધાઓ એઈમ્સમાં ઉપલબ્ધ કરાવાશે. સીએમ રીલીફ ફંડા યોજનાનો પણ લાભાર્થીઓને એઈમ્સમાં ફાયદો મળશે. રાજકોટ એઈમ્સમાં મારી પોસ્ટીંગ કરવા બદલ સરકારનો હું ખૂબ ખૂબ આભારી છું વધુમાં સિંહા જણાવે
છેકે લગભગ બારસો કરોડના ખર્ચે લગભગ બસો એકર એરીયામાં એઈમ્સ નિર્માણ પામશે જેમાં મેડીકલ કોલેજ, નર્સિંગ કોલેજ, ૭૫૦ બેડની હોસ્પિટલ સાથોસાથ કેન્દ્ર સરકારની હેલ્થ સ્ટ્રીમ (જેવીકે એલોપેથી, આયુર્વેદ) માટે આયુષના પણ ૩૦ બેડના હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ કરવામા આવનાર છે.
આ રીતે એઈમ્સ એક ફુલફલેઝડ હોસ્પિટલ છે. છેવાડાના માનવી સુધી સ્વાસ્થ્યની સુવિધા પહોચાડવા ભારત સરકારે એઈમ્સની સ્થાપનાનો વિચાર કર્યો છે. ૨૦૨૨ સુધીમાં એઈમ્સ બની જશે.
કલેકટર તરીકેના મારા કાર્યકાળમાં એઈમ્સ મળી હું મારી જાતને નસીબદાર માનુ છું: કલેકટર
રાજકોટ એઈમ્સનું કાલે વડાપ્રધાન મોદીનાં હસ્તે વર્ચ્યુઅલ ખાતમૂહૂર્ત થવા જઈ રહ્યું છે. ત્યારે કલેકટર રૈમ્યા મોહન ‘અબતક’ સાથેની એઈમ્સ અંગે પોતાની ખુશી વ્યકત કરતા જણાવ્યું હતુ કે રાજકોટ માટે એઈમ્સ ગર્વનો પ્રોજેકટ છે આવતીકાલે ભૂમિપૂજન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગર્વનરની ઉપસ્થિતિ રહેશે ભૂમિપૂજનની તૈયારીઓમાં સ્ટેજથી લઈને જે કંઈ નાનુ-મોટુ ટેકનીકલી કનેકટીવીટી સહિતની મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ખાસ કરીને મેડીકલ ફીલ્ડ સાથે જોડાયેલા મેડીકલ એસોસીએશન સહિતના લોકોને એઈમ્સથી ઘણા લાભો મળવાના છે. તેમાં ઉદ્યોગ જગત પણ ઘણા ફાયદાઓ થશે અન્ય જિલ્લાઓનાં ચેમ્બર ઓફ કોમર્સનાં આગેવાનો પણ કાલના ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહેશે. એઈમ્સ ખાતમૂહૂર્ત પ્રસંગની તૈયારીઓ મોટાભાગે પૂર્ણ થઈ ચૂકી છે. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું કે કલેકટર તરીકેના મારા કાર્યકાળ દરમિયાન એઈમ્સ રાજકોટને મળી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અથાગ પ્રયત્નોથી આપણે એઈમ્સનો પ્રોજેકટ લાવી શકયા છીએ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત માટે એઈમ્સ લાભદાયી રહેશે. એઈમ્સ આવવાથી આસપાસનાં વિસ્તારોનો પણ મોટાપાયે વિકાસ થશે લોકોને ઘણી બધી નવી તકો સાંપડશે સમગ્ર ભારતમાંથી મેડીકલના વિદ્યાર્થીઓ, તબીબો, પ્રોફેસરો અહી આવશે જેનાથી આખા ગુજરાતમાં કયાં ન હોય તેવી સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબી સેવાઓ એઈમ્સમાં મળશે એઈમ્સથી ગુજરાતની પ્રજાને હાઈલેવલની તબીબી સારવાર ઉપલબ્ધ થશે.