- રાજકોટ એઈમ્સ ખાતે દ્વિતીય ઇન્ટરનેશનલ મેડિકલ એજ્યુકેશન ઇવેન્ટનું સફળ આયોજન
- વર્ચ્યુલ કોન્ફરન્સમાં જોડાઈ તબીબો-સંશોધકોએ દર્દ- ઈલાજ અંગે પ્રતિભાવ રજૂ કર્યાં
રાજકોટ એઇમ્સ હોસ્પિટલ ખાતે વાઈરલ હેપેટાઈટીસ સામે લડવા અને તેના સંશોધન વિષય પર બીજી ઈન્ટરનેશનલ ક્ધટીન્યુઈંગ મેડિકલ એજ્યુકેશન ઇવેન્ટનું એઇમ્સ હોસ્પિટલના એક્ઝિકયુટીવ ડાયરેક્ટર પ્રો. ડો. કર્નલ સી.ડી.એસ.કટોચના માર્ગદર્શન હેઠળ અને ઓર્ગેનાઈઝના ચેરપર્સન ડો.અશ્વિની અગ્રવાલના નેતૃત્વમાં સફળ આયોજન કરવામાં આવ્યું હતું.સાથે સાથે એઇમ્સમાં 30 જુલાઈના વિશ્વ હિપેટાઈટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વાઇરલ હેપીટાઈટીઝ સામે સ્થાનિક સ્તરે જ નહીં વિશ્વ સ્તરે કેવી રીતે લડી શકાય અને તેના ડાયગ્નોસિસ સહિતના સંશોધન બાબતનો હતો.આ ઇવેન્ટમાં સીએમસી વેલ્લોરના ક્લિનિકલ વાઇરોલોજી વિભાગના પ્રો.ડો.પ્રિયા અબ્રાહમ, ડિપાર્ટમેન્ટના પ્રો.ડો.એકતા ગુપ્તા સહિતના વાઇરોલોજિસ્ટ અને હેપેટોલોજિસ્ટસ દ્વારા વાર્તાલાપ કરી વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. તેમજ પીએમ આઈ.એલ.બી.એસ. નવી દિલ્હી ખાતે ક્લિનિકલ વાઈરોલોજીના, એઇમ્સ રાયપુરના ડો.પ્રજ્ઞા અગ્રવાલ, અને ડો. બિક્રાંત બિહારીલાલ રઘુવંશી, આઈએલબીએસ નવી દિલ્હીના બાળરોગના હિપેટોલોજિસ્ટ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અને પ્રતિભાવોમાં વાયરલ હેપેટાઇટિસના ક્ષેત્રમાં અદ્યતન સંશોધન અને વિકાસને આવરી લેવાયા હતા.
અદ્યતન એઇમ્સ હોસ્પિટલ રાજકોટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો. ડો. કર્નલ સી.ડી.એસ. કટોચે ઇવેન્ટને સંબોધતા તબીબી શિક્ષણના મહત્વ અને તેમાં આવતી નવીનતાને પ્રોત્સાહિત કરવા ઉપર ભાર મુક્યો હતો અને કહ્યું હતું કે, અમારો ધ્યેય માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે જ્ઞાન વહેંચવા અને દર્દીની સારવારમાં સુધારો લાવવા માટેના શ્રેષ્ઠ વિચારને એકસાથે લાવવાનો છે. આ ઈવેન્ટમાં દેશ-વિદેશના તમામ વક્તાઓએ અનુભવો શેર કર્યા હતા.ઇવેન્ટમાં 1000 થી વધુ રજીસ્ટ્રેશન સાથે જબરજસ્ત ભાગીદારી જોવા મળી હતી.આ જોતા વાયરલ હેપેટાઇટિસના મુદ્દે વૈશ્વિક રીતે રસ દાખવવામાં આવી રહ્યો હોવાનું પ્રતિબીંબ થયું હતું. ઉપસ્થિતોએ વક્તાઓ અને એકબીજા સાથે વાર્તાલાપ કર્યો હતો. ઓર્ગેનાઈઝના ચેરપર્સન ડો.અશ્વિની અગ્રવાલે તમામ વક્તાઓ, સહભાગીઓ અને આયોજક ટીમની હૃદયપૂર્વક પ્રશંસા કરતા કહ્યું હતું કે, આ સીએમઈ એ સહયોગ અને શીખવાની એક નોંધપાત્ર સફર છે.આ ઇવેન્ટને સફળ બનાવવા માટે યોગદાન આપનાર દરેકનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ઇવેન્ટમાં ડીન સંજય ગુપ્તા અને એનોટોમી વિભાગના સિમ્મી મહેરા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન ડો.અભિષેક પાધીએ કર્યું હતું સાથે એડમીન વિભાગના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જયદેવસિંહ વાળાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. રાજકોટ એઈમ્સની આ સફળ ઇવેન્ટની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી રહી છે.