જૂની રૂઢીઓને તિલાંજલી આપી મોટા પ્રમાણમાં સમુહ લગ્નમાં જોડાવા સમિતિની હાંકલ
આહિર યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આહિર યુવા સમૂહ લગ્ન સમીતીના પ્રમુખ પ્રદિપભાઈ એલ.જાદવે જણાવ્યું છે કે છેલ્લા ૨૪ ર્વેથી આહિર યુવા સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજકોટના આંગણે મુન્નાભાઈ હુંબલની વાડી, મું.ઘંટેશ્ર્વર, નવા રીંગ રોડ પાસે, ગ્રીન લીફ કલબની બાજુમાં, જામનગર રોડ, તા.જી.રાજકોટ આ વર્ષે પણ તા.૩-૩ને રવિવારના રોજ સમસ્ત આહિર સમાજના ૨૫માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત આહિર સમાજના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓના સહકારથી ગત વર્ષે પણ મોટી સંખ્યામાં નવદંપતિઓ આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયા હતા. આ વર્ષે પણ સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છના સમસ્ત આહિર સમાજના વર-ક્ધયાના વાલીઓને તા.૩-૩ને રવિવારના રોજ યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં જોડાયા અપીલ આહિર યુવા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ પ્રદિપભાઈ એલ.જાદવ કરવામાં આવી છે.
આ લગ્નોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સમસ્ત આહિર સમાજ વાડાભેદ ભુલીને મોટા પ્રમાણમાં જોડાય. ગત વર્ષે પણ આ સમૂહ લગ્નોત્સવમાં આશરે ૨૫૦૦૦ લોકોની હાજરી હતી. સમસ્ત આહિર સમાજના સહયોગથી આહિર યુવા સમિતિની યુવા ટીમના સભ્યો પ્રમુખ પ્રદિપભાઈ એલ.જાદવ, કાનાભાશ, આર.મારૂહિતેષભાઈ ચાવડા, વિમલભાઈ ડાંગર, કનુભાઈ ખાટરીયા, મહેન્દ્રભાઈ ડાંગર, માંડણભાઈ ચાવડા, મહેશભાઈ હુંબલ, મુન્નાભાઈ એમ.હુંબલ કે જેઓ સમીયાણા કમીટી તેમજ ભોજન કમીટીમાં તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. ફોર્મ વિતરણ અને કરિયાવર સમિતિમાં વિનુભાઈ છૈયા, કાળુભાઈ હેરભા, અમુભાઈ મકવાણા, વરજાંગભાઈ હુંબલ, વિપુલભાઈ ડવ, રાયમલભાઈ એલ.ચાવડા, દિલીપભાઈ બોરીચા, મેરામભાઈ શિયાળ, કનુભાઈ વી.મારૂ, નિર્મળભાઈ મેતા, ઈલેશભાઈ ડાંગર, જગદીશભાઈ બોરીચા, વિક્રમભાઈ ખીમાણીયા, શૈલેષભાઈ એચ.ડાંગર, અર્જૂન કે.હુંબલ, અશોક આર.મારૂ, મુકેશભાઈ એમ.ચાવડા જહેમત ઉઠાવી રહ્યાં છે.
સમૂહ લગ્નમાં જોડાવવા માટેના ફોર્મનું વિતરણ તા.૧-૧૨ થી શરૂ થશે જે સમસ્ત આહિર સમાજના વડિલો આ સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છતા હોય તેઓએ ફોર્મ મેળવવા માટે ઘનશ્યામનગર, એસ.બી.આઈ. બેન્ક સામે, કોઠારીયા રોડ, આંબેડકર ભવનની બાજુમાં (વિનુભાઈ છૈયાની ઓફીસ-મો.૯૩૨૭૫ ૧૭૯૩૬ને ત્યાંથી મેળવવાના રહેશે. જે તા.૩૧-૧ સુધી ફોર્મ વિતરણ ચાલુ રહેશે અને ભરેલા ફોર્મ પરત આહિર સમાજની બોર્ડીંગ ૨/૧૮ ભક્તિનગર સ્ટેશન પ્લોટ ફોન નં.(૦૨૮૧)૨૪૬૨૨૫૯ ખાતે સંપૂર્ણ ભરીને પરત કરવાનું રહેશે.
આ સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર દરેક ક્ધયાઓને સમિતિ તથા સમાજના દાતાઓના સહયોગથી કરીયાવર સ્વરૂપે ઘર વપરાશની તમામ વસ્તુઓ જેવી કે ગોદરેજ કબાટ, ડબલબેડ શેટી પલંગ, ગાદલા, ઓછાડ સેટ, સ્ટીલના બેડા, ટીફીન, ઘડીયાળ, થાળી વાટકાના ડીનર સેટ, સ્ટીલના જગ, ચાંદીના સાંકળા, એક જોડી કપડા, પાનેતર, પાટલા, સ્ટીલની ડોલ, સ્ટીલના ડબરા સહિતની અનેક વસ્તુઓ આપવામાં આવે છે. વધુ માહિતી માટે મો.૯૨૨૭૧ ૨૦૦૮૦ ઉપર જણાવાયું છે.