વિશ્ર્વ એઈડ્સ દિવસ પૂર્વ સૂર્યોદયે
આવતીકાલે મહાનગરપાલિકાના પટાંગણમાં સાંજે લાલફુગ્ગાની વિશાળ રેડરિબન હવામાં તરતી મૂકીને એઈડ્સને ‘બાયબાય’ કરાશે
અબતક,રાજકોટ
વિશ્ર્વ એઈડ્સ દિવસના પૂર્વ સૂર્યોદયે વિરાણી સ્ક્ુલ ખાતે ધો.9 થક્ષ 12ના 1500 છાત્રોની વિશાળ રેડ રિબન એઈડ્સના ચાર અક્ષરો સાથે નિર્માણ કરી હતી સુત્રોસાથે આ વર્ષના સ્લોગનની વાત કરીને છાત્રોમાં જાગૃતિ પ્રસરાવી હતી. આ તકે ચેરમેન અરૂણ દવે, શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા, વ્યાયામશિક્ષક જી.બી. હિરપરા, ડો.પંકજ રાઠોડ, ચિરાગ ધામેચા તથા એનસીસીના સી.બી.માલાણી અને છાત્રો હાજર રહ્યા હતા સમગ્ર વ્યવસ્થા વિશાળ કમાણીએ સંભાળી હતી.
આવતીકાલે એઈડ્સ દિવસે સવારે 9.30 વાગે બાપા સિતારામ ચોક રૈયારોડથી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ સુધી રેલી જનજાગૃતિની યોજાશે અને સાંજે 5 વાગે રા.મ્યુ. કોર્પોરેશનના પટાંગણમાં લાલફુગ્ગાની વિશાળ રેડ રિબન હવામાં તરતી મૂકીને એઈડ્સને બાય બાય કરાશે. ગુરૂવારે સવારે કે.કે.વી.ચોક જી.ટી.શેઠમાં રેડરિબન બનાવાશે ને સાંજે ભાવિ પત્રકારો માટે એઈડ્સ સેમીનાર હિરાણી કોલેજ ખાતે યોજાશે. એઈડ્સ અંગે ટુકા પ્રશ્ર્નોના જવાબો હેલ્પલાઈન 9825078000 ઉપરથી અપાશે 31 માર્ચ 2022 સુધી શહેરમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે.
કાલે વિશ્ર્વ એઈડ્સ દિવસે શહેર જિલ્લાની 2450 શાળામાં ધો.8 થી 12ના બે લાખ છાત્રો પોતાની શાળામાં રેડરિબન બનાવશે.
કાલે મહાનગરપાલિકા દ્વારા જન જાગૃતિ રેલી સાથે એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1લી ડિસેમ્બર વર્લ્ડ એઇડ્સ ડે કાલે સવારે 11:00 કલાકે પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરીય, રૈયા રોડ ખાતે જનજાગૃતિ અભિયાન તેમજ એવોર્ડ એનાયત સમારંભ મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ એવોર્ડના લાભાર્થીઓ તથા એઇડ્સ સંસ્થાના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહેશે.
એચ.આઈ.વી. એઇડ્સ અંતર્ગત જે જે સંસ્થાઓ રાજ્યભરમાં કામગીરી કરી રહેલ છે. તેઓને એવોર્ડ આપવામાં આવનાર છે આ ઉપરાંત જનજાગૃતિ માટે રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે.