- લોકોને એઇડ્સના રોગથી જાગૃત કરવા માટે સૂત્રો લખેલા પ્લેકાર્ડ પ્રદર્શિત કરી લોકોને એઇડ્સના રોગની ગંભીરતાં અને સાવચેતી રાખવા તાકીદ
વિશ્વ એઇડ્સ દિન નિમિતે રાજકોટની એમ જે કુંડલીયા કોલેજ અને કણસાગરા કોલેજ દ્વારા એઇડ્સ અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત એઇડ્સ જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી કોલેજે પરત ફરી હતી અને એઇડ્સ જાગૃતિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો હતો.લોકોને એઇડ્સના રોગથી જાગૃત કરવા માટે સૂત્રો લખેલા પ્લેકાર્ડ પ્રદર્શિત કરી લોકોને એઇડ્સ ના રોગની ગંભીરતાં અને સાવચેતી રાખવા જણાવ્યું હતું.
લોકોમાં અવરનેસ અને લોકો એઇડ્સના રોગથી બચે તેવા પ્રયત્નો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ પ્રિન્સિપાલ ડો.અર્જુનસિંહ રાણાનામાર્ગદર્શન હેઠળ વર્લ્ડ એઇડ્સ દિવસની જાગૃતિ અર્થે સદગુરૂ રણછોડદાસજી બાપુ મહિલા હોમ સાયન્સ કોલેજ સ્વ. મીનાબેન જે કુંડલિયા ઇંગ્લિશ મીડીયમ મહિલા કોમર્સ કોલેજ કેમ્પસ,રાજકોટ ખાતે એઈડ્સ વિશે જનજાગૃતિ ફેલાવવા કોલેજ ની વિધાર્થીનીઓ, પ્રોફેસરો, બહેનો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરેલ હતુ, જેમાં રાજકોટ 69 ના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ એ ખાસ ઉપસ્થિત રહી ને માર્ગદર્શન આપી બધા ને પ્રોત્સાહિત કર્યા હતાં. જે રેલીને કોલેજ ખાતે થી શરૂ કરીને સરદાર પટેલ સ્ટેચ્યુ, રેસકોર્સ એ પહોંચીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.