શાળાથી ઘરે ન પહોચતા પુત્રવધુએ મોબાઇલ ફોન કરતા બનાવ પ્રકાશમાં આવ્યો
આજી ડેમના કાંઠે પાળ ગામે ફરજ બજાવતા શિક્ષીકાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરીવારમાં શોકનું મોજુ ફેલાયું છે. પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજી ડેમના કાંઠે મૃત હાલતમાં મહીલાનો મૃતદેહ પડયો હોવાની આજી ડેમ પોલીસ મથકના સ્ટાફને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયા હતા.
પોલીસે મૃતકના મોબાઇલ ફોનના આધારે વાલીવારસનો સંપર્ક કરી મૃતક શહેરના કાલાવડ રોડ નજીક સત્યસાંઇ હોસ્૫િટલ નજીક ચેતન્ય નામના બંગલામાં રહેતા વનીતાબેન ગોપાલભાઇ મારવાણીયા નામના પ૪ વર્ષીય પ્રૌઢ હોવાનું ખુલ્યું છે.
ઉપરાંત મૃતકના મોબાઇલમાં રીંગ વાગતા નીકળેલા વ્યકિત એ ફોન ઉપાડી પરિવારજનોને જણાવ્યું કે મહીલા બેભાન હાલતમાં પડયા છે. પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પ્રાથીમક તપાસમાં મૃતક વનીતાબેન મારવાણીયા પાળ ગામે શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે. અને પતિ ગોપાલભાઇ નિવૃત શિક્ષક છે તેમજ બે પુત્રો છે જેમાં ડેનીશભાઇ તબીબ વ્યવસાય સાથે અને ચિંતનભાઇ કારખાનેદાર હોવાનું બહાર આવ્યું છે.
દર શનિવારે વનિતાબેન સ્કુલેથી ૧૧ કલાકે ઘરે આવી જતા હોય આજે ૧૧ કલાકે વનીતાબેન ઘરે ન આવતા પુત્રવધુએ વનીતાબેન ને ફોન કરતા ત્યારે અન્ય વ્યકિતએ ફોન ઉપાડી ને પુત્રવધુને કહેતા પરિવારજનો દોડી ગયા હતા.
આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલે ખસેડી મોતનું કારણ જાણવા તેમજ વનીતાબેને કયા કારણે આ પગલુ ભર્યુ તે મુદ્દે તપાસ હાથ ધરી છે.