રાજ્યમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું હતું. હવે વડોદરા, ભરૂચ, નર્મદાના પૂરગ્રસ્તોમાં લારી અને રેકડીવાળા માટે સહાય જાહેર કરવામાં આવી છે.
લારી અને રેકડીવાળાને 5 હજારની સહાય જયારે નાની કેબિન-ગલ્લાવાળાને 20 હજાર તેમજ મોટી કેબિન ધારકોને 40 હજારની સહાય ચૂકવાશે
નર્મદાના પૂરમાં નુકસાન સામે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે, જેમાં હવે લારી અને રેકડીવાળાને 5 હજારની સહાય ચૂકવાશે. નાની કેબિન-ગલ્લાવાળાને 20 હજારની સહાય ચૂકવાશે. મોટી કેબિન ધારકોને 40 હજારની સહાય ચૂકવાશે અને નાની અને મધ્યમ પાકી દુકાનવાળાને 85 હજારની સહાય ચૂકવાશે. મોટી દુકાન ધરાવનારને 7 ટકાના દરે 20 લાખની લોન સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના આધારે લારી અને રેકડીવાળાને સહાય ચૂકવાશે. સરકાર તરફથી સહાય મેળવવા માટે જે તે વેપારીએ મામલતદાર અને પાલિકા ચીફ ઓફિસરને અરજી કરવી પડશે. 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે.
નર્મદાના પૂરમાં નુકસાન સામે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં લારી રેકડી હોય તેઓને ઉચક રૂપિયા 5000 આપવામાં આવશે, જ્યારે સ્થાયી કેબિન 40 ફૂટ સુધીની હોય તેઓને રૂપિયા 20,000 ચૂકવવામાં આવશે. 40 ચોરસ ફૂટથી મોટી સ્થાયી કેબિન હોય તેઓને રૂપિયા 40,000 આપવામાં આવશે. જ્યારે પાકી દુકાન હોય અને વાર્ષિક ટન ઓવર જીએસટી પ્રમાણે પાંચ લાખ રૂપિયા હોય તેઓને 85 હજાર રૂપિયા આપવામાં આવશે.
પાકી મોટી દુકાન હોય અને જીએસટી પ્રમાણે પાંચ લાખથી વધુનો માસિકતાનો ટન ઓવર હોય તેઓને રૂપિયા 20 લાખ સુધીની લોન ઉપર ત્રણ વર્ષ સુધી 7% ના લેખે વ્યાજ મહત્તમ રૂપિયા પાંચ લાખ સુધી આવી સહાય મેળવનાર વેપારીઓ પાસે વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના પુરાવા આવશ્યક હશે. આ સહાય મેળવવા માટે 31-10-2023 સુધીમાં અરજી કરવાની રહેશે. પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને એક સમિતિની રચના કરવામાં આવશે. આ યોજનાનો લાભ ભરૂચ જિલ્લાના 40 અને બે શહેર, વડોદરા જિલ્લાના 31 અને નર્મદા જિલ્લાના 32 ગામોને મળવાપાત્ર થશે.
ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાને સહાય મળશે
મુખ્યમંત્રીએ આવા અસરગ્રસ્તો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને તેમને ઝડપથી પુર્વવત કરવા જાહેર કરેલ આ યોજનાનો લાભ ભરૂચ જીલ્લાના 40 ગામો તથા 2 શહેરો, વડોદરા જીલ્લાના 31 ગામો તેમજ નર્મદા જીલ્લાના 32 ગામોના અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને મળવાપાત્ર થશે.