પાંચ મહિનામાં વિવિધ યોજના હેઠળ રૂ. ૬ કરોડની સહાય આપી
ગુજરાત રાજયની ઘણી પ્રજા ગીરીબી રેખા નીચે હેઠળ જીવે છે. ત્યારે તે લોકોની કુશળતાને કુનેહ પૂર્વક સ્વીકારતી સંવેદન શીલ સરકાર ગરીબ પરિવારના બાળકો અભ્યાસ કરવા માંગે છે પરંતુ અમુક જગ્યાએ તને નાણાની ભીડને લીધે ભાંગી પડે છે. બને ત્યારે ભણતરનો વિચાર છોડી પોતે કામધંધા તરફ વળે છે ત્યારે ચમકતા તારાની જેમ અમૂક સહાય મળતા તેનુ ભવિષ્ય ઉજવળ બની જાય છે. તેવી જ રીતે સહાય શાખા માંથી મળતી યોજના સહાય રૂપે લોકોને લાકડીના ટેકા સમાન બની રહે છે. સહાય શાખાની યોજના કુંવરબાઇનું મામેરૂ, સાતફેરા સમૂહ લગ્ન, જેવી મહત્વની યોજના પણ સરકાર પુરી પાડી લોકોની હિંમત ટકાવી રાખે છે. જયારે વધુની એક મહત્વની યોજના ‘વિદેશ અભ્યાસ લોન’ કે જો કોઇ બાળક/વિદ્યાર્થી સારૂ ભણતર મેળવી વિદેશ અભ્યાસ કરવા માંગે છે તો તે વિદ્યાર્થીને વિદેશ અભ્યાસ માટે માવતર બનીને સરકાર તેને ટેકા રૂપે સહાય કરે છે. અને બાળક/વિદ્યાર્થીને આગળ વધવામાં મદદ કરે છે.
સરકાર સહાય રૂપે સીધી જ લોકો સુધી પહોંચતા વચેટીયાઓના પેટમાં ભુખ અકબંધ
હાલ સરકારના નિયમ પ્રમાણે તમામ સહાયની અરજીઓ ઓનલાઇન કરવાની રહે છે ત્યારે સામે પક્ષો તમામ સહાય ઓનલાઇન અરજદારના બેંકખાતામાં મળી રહેતા એજન્ટ સ્વરૂપી વચેટીયાઓ કે જે લોકોને ભરમાંથી લુંટ ચલાવતા હતા તેના પેટમાં ભુખ અકબંધ રહી છે. તમામ યોજનાઓ ઓનલાઇન મળવા પાત્ર છે જે (WWW.DIGITALGUJRAT) અથવા તો (WWW. E-SAMAJ KALYAN.COM) પરના પોર્ટલપરથી તમામ માહિતી અને યોજનાનો લાભ મળી શકે છે. ગતવર્ષ એટલે કે તા.૧-૪-૨૦થી ૩૦-૯-૨૦ સુધીમાં ૨,૯૭,૦૦૦ લાર્ભાથીઓને છ કરોડ રૂપિયાની સહાય ચૂકવીને લોકોને મદદરૂપ બનતી સરકારનો મહત્વનો એક ઉદેશ સીધ્ધ થયો છે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં જયારે તમામ ધંધારોજગાર ઠપ થઇ જવા પામ્યા છે ત્યારે બેંક મારફતે તથા ઓનલાઇન પોર્ટલ દ્વારા ૫૦૦૦૦ની સહાય ચૂકવી લોકોને એક નવી રાહનો સૂરજ બતાવી રહ્યા છે.
પુરૂષ પ્રાધાન્ય સાથે મહિલા સશક્તિકરણ પર સક્રીય સંવેદનશીલ સરકાર
હાલ દિકરીના માતા-પિતા તેને સાપનો ભારો સમજીને અભ્યાસ અને દરેક આગવી પ્રવૃતિથી દૂર રાખે છે. ત્યારે સરકાર ૧થી ૮ ધોરણ સુધી દીકરીને સહાય રૂપે શિષ્યવૃતિ અને ભોજન આપે છે. ત્યારે માતાપિતા તેને અભ્યાસની છુટછાટ આપે છે અને ૯ ધોરણમાં આવતાજ તેને સાઇકલ સુવિધા પૂરી પાડે છે. એટલે વિદ્યાર્થીનીને સારો એવો અભ્યાસ મળી રહે છે.
હાલની સક્રિય અને ટેકા રૂપ સહાય
સરસ્વતી સાધના યોજના, કુવરબાઇનુ મામેરૂ, સાત ફેરા સમુહ લગ્ન, વિદેશ અભ્યાસ લોન, શિષ્યવૃતિ યોજના, પંડિતદિનદયાળ ઉપાધ્ય આવાસ યોજના, માનવ ગરીમા યોજના જેવી યોજનાઓ લોકોને મળી રહી છે. જાતી પ્રમાણમાં દાખલા કાઢી આપવા માટે લોકો જયારે સહાય શાખાનો સંપર્ક કરતા હોય ત્યારે ગર્તવર્ષની આંકડાકિય માહિતી ઉપર હળવો પ્રકાશ પાડતા ખબર પડે કે ૨૯૦૦૦ જેટલા જાતી પ્રમાણના દાખલા કાઢી આપી સરકાર આમ જનતાને સહાય રૂપ બની છે. આ તમામ કામગીરી જિલ્લાના નાયબ નિયમો વિકસતી જાતીની કચેરી ખાતે કરવામાં આવે છે. તે આમ જનતાને જાણવુ રહ્યુ.