પરીક્ષા દરમિયાન કથિત આક્ષેપની તપાસને લઇ રિઝલ્ટ જાહેર ન કરાયું
વકીલો માટેની એઆઇબીઇની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે પરંતુ, રાજકોટ લેવાયેલ આ પરીક્ષા દરમિયાન માસ કોપી કેસના આક્ષેપ થયા હોય આ અને તે મામલે બીસીઆઇ દ્વારા સમિતિની રચના કરવામાં આવી છે.જેનું રિપોર્ટ હજુ આવ્યો ન હોય રાજકોટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી હાલ રિઝલ્ટ પેન્ડીંગ રાખવામાં આવ્યું છે.
સમગ્ર ભારતના નવા વકીલો માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એઆઇબીઇની પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં દોઢ લાખ વકીલોએ પરીક્ષા આપી હતી. તેનું પરિણામ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું હતું. તેમાં રાજકોટમાં પેપરમાં બુક સાથે રાખી પેપર આપવામાં આવ્યા હોવાના આક્ષેપને લઇ આ મામલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા હાઈ કોર્ટના જસ્ટિસ સહિત ત્રણ સભ્યોની તપાસ સમિતિ રચી હતી. આ તપાસ શરૂ થઇ ગઇ હોય અહેવાલ બાકી હોય રાજકોટ શહેરનું પરીક્ષાનું રીઝલ્ટ પેન્ડીંગ રાખવામાં આવ્યું છે.
એઆઈબીએની પરીક્ષાનું પરિણામ જાહેર કરવા માંગ
વકીલ જી .આર .ઠાકરે ભાવિ વકીલોના ભવિષ્યને ધ્યાને લઈ બાર કાઉન્સિલને પત્ર લખી ઘટતું કરવા કરી રજૂઆત
તાજેતરમાં જ ભાવિ વકીલો માટે લેવાયેલીએ.આઈ.બી.ઈ. પરીક્ષાનું ગઈકાલે જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ કથીક પ્રકરણને લઈને રાજકોટ કેન્દ્રનું પરિણામ અટકાવતા જેને લઇ રાજકોટ બારના સભ્યએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પત્ર લખીરાજકોટ કેન્દ્ર નું એઆઈબીઈ રીઝલ્ટ રીલીઝ કરાવવા માંગ કરી છે.તાજેતરમાં જ રાજકોટ સહિત દેશભરના શહેરોમાં ભાવિ વકીલો માટે લેવાયેલી એ.આઈ.બી.ઈ. પરીક્ષાનું તમામ સેન્ટરોનું પરિણામ જાહેર કરવામાં આવેલુ છે. પરંતુ રાજકોટ સેન્ટર ના તમામ પરીક્ષાર્થીઓનું પરિણામ સ્થગિત કરવામાં આવેલું છે.
જે પરીક્ષાર્થીઓના હિતને અસર કર્તા છે. કારણ કે પરિણામ મોડું આવવાના કારણે જુનિયર વકીલોને આપવામાં આવેલ પ્રોવિઝનલ સનદની સમય મર્યાદામાં જો આ પરીક્ષા પાસ ન કરવામાં આવે તો તે સનદની અવધિ પૂરી થઈ જાય છે. તદઉપરાંત મોડા પરિણામ આવવાને કારણે જુનિયર વકીલોની ભવિષ્યની કારકિર્દી ઉપર માઠી અસર થઈ રહી છે. જેથી તાત્કાલિક બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમક્ષ રજૂઆત કરી રાજકોટ કેન્દ્ર નું પરિણામ રિલીઝ કરાવવા તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા રાજકોટ બાર એસોસિએશનનાં સભ્ય જી.આર. ઠાકરે પત્ર લખી તાત્કાલિક ઘટતું કરવા માટેની માંગ કરી છે