ચૂંટણી જીતવા નેતાઓ શું નથી કરતાં ? સતા માટે તો એડીચોટીનું ઝોર લગાવી દે છે, પરંતુ તમિલનાડુના AIADMKના એક ઉમેદવારે મતદારોને રીઝવવા જે કર્યુ તે જાણીને તમને નવાઈ લાગશે. આગામી તમિલનાડું વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મતદાતાઓને રીજવવા માટે ઉમેદવારો અવનવા કીમિયા અપનાવી રહ્યાં છે. કેટલાક રોબોટ વડે તો કેટલાક પક્ષના ચૂંટણી પ્રતીકને ફેસ અને માથા પર બનાવી રહ્યા છે. આ દરમિયાન, AIADMKના ઉમેદવાર થંગા કથીરાવને જાહેરમાં કપડાં ધોઈ માતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયોમાં તેઓ કપડાં ધોતા નજરે ચડે છે તો પાર્ટીના સહકર્મીઓ તાળીઓના ગડગડાટથી તેમને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. ઉમેદવારે લોકોને વચન આપ્યું કે,જો તે ચૂંટણીમાં વિજયી બનશે તો બધાને વોશિંગ મશીન આપશે.
મળતી માહિતી મુજબ સોમવારે (22 માર્ચ) ચૂંટણી પ્રચાર કર્યા પછી AIADMKના ઉમેદવાર થંગા કથીરાવન જાહેરમાં કપડા ધોતા જોવા મળ્યા હતાં. આ દરમિયાન તેમણે લોકોને વચન આપ્યું હતું કે, જો હું ચૂંટણી જીતીશ તો હું વોશિંગ મશીન આપીશ. જોકે, તમને જણાવી દઈએ કે તમિલનાડુમાં ચૂંટણી દરમિયાન આવી ભેટ અને અવનવા ચૂંટણી વાયદા કરવાની પરંપરા ઘણી જૂની છે.
ઉલ્લેખનીય છે કે, આગામી ટૂંક સમયમાં તમિલનાડું, આસામ, પશ્ચિમ બંગાળ અને કેરળ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. જેમાંની તમિલનાડું રાજ્યની વિધાનસભાની ચૂંટણી 6 એપ્રિલથી શરૂ થવાની છે અને પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ જંગ જીતવા રાજકીય પક્ષો એડિચોટીનું ઝોર લગાવી રહ્યાં છે.