થોડા સમય પહેલા ટીવી પર પોતાના એક ઇન્ટરવ્યૂમાં AIને લઇને ગૂગગના સીઇઓ સુંદર પિચાઇએ કેટલીક રસપ્રદ વાતો કહી. તેમણે કહ્યું કે AI માનવ જાતિ દ્વારા નિર્મિત એક મહત્વપૂર્ણ વસ્તુ છે એને તેના પર કામ કરવું એક અલગ વાત છે. આ હું જેટલું જાણું છું અથવા જેટલું નથી જાણતો તેના કરતા ઘણું મોટું છે. બિલકુલ વીજળી અને આગની જેમ.
સુંદર પિચાઇએ કહ્યું કે AI માનવજાતિને કેન્સરનો ઇલાજ, દુનિયાના જળવાયુ પરિવર્તનની સમસ્યાઓનો રસ્તો શોધવામાં મદદ કરી શકે છે. જ્યારે નોકરીઓ પર ટેક્નોલોજીના પ્રભાવ વિશે પુછવામાં આવ્યું તો સુંદર પિચાઇએ સ્વીકાર્યું કે કેટલાક લોકોએ ચિંતિત બનવાની જરૂર છે. પરંતુ તેમણે સાથે એમ પણ ક્હ્યું કે સામાન્ય રીતે, દુનિયાએ બદલાવને સ્વીકારવો જોઇએ. સુંદર પિચાઇએ કહ્યું કે જે દેશોમાં નવીન ટેક્નોલોજીને સમજવાનો કોઇ રસ્તો નથી દેખાઇ રહ્યો તે તકનો લાભ ઉઠાવી શકતા નથી અથવા ઉઠાવતા નથી.
ગત વર્ષે એપ્પલના A11 બાયોનિક ચિપસેટ અને Huaweiની કિરિન 970 SoC બન્નેએ એઆઇ પ્રોસેસરનું નિર્માણ કર્યું હતું. જોકે હજુપણ આપણે તેના ખરેખર લાભને સમજી શકતા નથી. ઉહાહરણ તરિકે જોઇ તો, અહીં તમને બતાવીએ છીએ કે Apple iPhone X ની Neural Processing Unit ફેસ ID અને Animojiને પાવર પ્રદાન કર છે. Huawei P10 શ્રેણી પર, NPU કેમેરા સેટિંગને સ્વચાલિત કરવામાં મદદ કરે છે.
અને બિંગની અનુવાદક સુવિધાને ઓફલાઇન કાર્ય કરવાની અનુમતિ આપે છે. જોકે આ વાતને પણ તમારે યાદ રાખવી જોઇએ, જ્યારે આપણે AIની ચર્ચા કરીએ છીએ તો આપણે એ વાતને પણ ધ્યાનમાં રાખવી જોઇએ કે તેની હજુ શરૂઆત થઇ છે. તેના સિવાય જેવું સેમસંગ પોતાના ચિપ્સમાં AIને સામેલ કરવાનું શરૂ કરી દેશે, તો આ NPU દ્વારા ફીચર્સ મલ્ટીપલ થઇ જશે.
મહત્વનું છે કે આ ઇન્ટરવ્યૂને MSNBC ટીવી ચેનલ પર 26 જાન્યુઆરીએ પ્રસારિત કરવામાં આવશે. આ ઉપરાંત અહીં તમને જણાવીએ છીએ કે અહીં તમને યૂટ્યૂબની ચીફ Susan Wojcicki પણ જોવા મળશે. આ શોને Revolution : Google and Youtube Changing the World ના આપવામાં આવ્યુ છે.