તરબુચ સામાન્ય રિતે લાલ કલરના હોય છે. જો તમને કોઇ કહે કે અમે આજે પીળા કલરના તરબુચ આરોગ્યા તો થોડું આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે પણ આ વાત સાચી છે. જામનગરની બજારમાં પીળા કલરના તરબૂચની આવક થવા પામી છે. સ્વાદ રસિકો તેની હોંશભેર ખરીદી પણ કરી રહ્યાં છે.
જામનગરમાં આ વખતે પીળા કલરના તરબૂચની આવક થતાં લોકોમાં કુતુહલ પર્સર્યું છે. દીગ્વિજય પ્લોટ વિસ્તારમાં મુન્નાભાઈ નામના તરબૂચના વિક્રેતાને ત્યાં દર વર્ષે અલગ-અલગ પ્રકારેના તરબૂચ વેચાણ અર્થે આવતા જોવા મળે છે. ખાસ કરીને મોટાભાગે લાલ કલરના તરબૂચ જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે તેમાં બદલાવ આવ્યો છે, અને પીળા કલરના તરબૂચ વેચાણ અર્થે આવ્યા હોવાથી લોકોમાં કુતુહલ પ્રસર્યું છે. જે સ્વાદમાં લાલ કલરના તરબૂચ કરતાં વધારે મીઠાં અને ભાવમાં પણ સસ્તા હોવાનું જાણવા મળી રહ્યું છે.
તસવીર : સાગર સંઘાણી, જામનગર