હજી તો ઉનાળાનો આરંભ જ થયો છે. ચોમાસાની ઘણીવાર છે ત્યારે લીંબડી તાલુકાનાં ભોયકા ગામની દરોદનાં મારગ સીમ વિસ્તારમાં એક ખેડુતનાં ખેતરમાં ટીટોડીએ ઈંડા મુકતાં કુતુહલતાં સાથે આશ્ર્ચર્ય ફેલાઇ જવા પામ્યું છે.
ખરેખર ચોમાસાને ગણતરીનાં દિવસો બાકી હોય ત્યારે ટીંટોડી સીમ વન વગડા વિસ્તારમાં એકથી વધારે સંખ્યામાં ઈંડા મુકતી હોય છે. અને તેનાં ઈંડા ઉપરથી આગામી ચોમાસું કેવું રહેશે. તેનું અનુમાન આગાહીકારો કરતાં હોય છે. પરંતુ હજુ તો ચોમાસાને ભવની વાર છે ત્યારે ઉનાળાનાં આરંભે ટીટોડીએ ભોયકા ગામની સીમમાં એકની સંખ્યામાં ઈંડા મુકતાં આગાહીકારોને મોઢાંમાં આંગળાં નાંખતાં કરી દીધા છે.