૬ દશકા જૂની રેવડી બજારમાં ૪૫૫ દુકાનો: મેટ્રો માટે સરકારની દરખાસત સામે વેપારીઓની માંગ
અમદાવાદની રેવડી બજારે મેટ્રો પ્રોજેકટની ‘રેવડી’ કરી. ઉલ્લેખનીય છે કે રેવડી બજાર (સરદાર વલ્લભભાઈ પટેલ સિંધી કો.ઓપરેટીવ સોસાયટી)માં ૪૫૫ દુકાનો આવેલી છે. આ વિશાળ કોમર્શીયલ જગ્યા મેટ્રો પ્રોજેકટ માટે ટેકઓવર કરીને તેને સ્થાનાતરીત કરવાની દરખાસ્ત હતી પરંતુ સરકારી તંત્ર અને દુકાનદારો વચ્ચે બાત બની નથી.દુકાનદારોએ માંગ કરી છે કે ૬૦ વર્ષ જૂની આ માર્કેટ નજીક ૧૦૦૦૦ સ્કવેર મીટરની જગ્યા ફાળવવામાં આવે જે ઓપન મિલ કંપાઉંડ તરીકે ઓળખાય છે. તેમની દલીલ છે કે દાયકાઓથી અહી હોલસેલરો બેસે છે.
આ જગ્યા સરકારે જ ફાળવી હતી. હવે મેટ્રો પ્રોજેકટ અને ટી.પી. રોડ માટે માર્કેટનો અડધો અડધ હિસ્સો ખવાય જાયતે કેમ કરીને પરવડે?
ટૂંકમાં મહત્વાકાંક્ષી મેટ્રો પ્રોજેકટની રેવડી બજારે ‘રેવડી’ કરી છે. સરકારે જે દરખાસ્ત કરી છે. અને તેની સામે રેવડી બજારનાં વેપારીઓએ જે માગ મૂકીને તેમાં કોઈ રસ્તો નીકળે છે કે નહી તે તો આવનારો સમય જ કહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની રેવડી બજાર છેલ્લા ૬ દશકાથી ધમધમે છે.