સિટી સિવિલ કોર્ટમાં નહીં કોમશીયલ કોર્ટમાં દાવો ચલાવવા મહત્વનો હુકમ
અમદાવાદ સ્થિત હેવી મેટલ્સ એન્ડ ટયુબસ લી. કંપની દ્વારા મુંબઈની ટીમા ઈન્ડિયા લી. સામે વેચાણ વ્યવહારોમાં તકરાર થતા ‚ા. ૬૮,૭૨,૦૮૫ નો દાવો સીટી સીવીલ કોર્ટમાં દાખલ કરી આ રકમ ૧૮ ટકાના ચડતા વ્યાજ સહિત પ્રતિવાદી પાસેથી વસુલ કરવવા માંગણી કરવામાંવેલ છે.જેમ ટીમા ઈન્ડિયા દ્વારા દાવાના જવાબ સાથે સામો દાવો લાવી કરારમાં શરતભંગ થયા બદલ હેવી મેટલ્સ પાસેથી રૂ.૧,૨૬,૬૧,૬૩૫ અપાવવા માંગણી કરેલી ત્યારબાદ દાવાને કોમર્શિયલ કોર્ટમાં તબદીલ કરવા અરજી કરેલી.
દાવાની તકરાર કોમર્શિયલ કોર્ટ અધિનિયમ મુજબ વાણિજય વ્યવહારની હોવાથી અને તેની વધારાની જોગવાઈ મુજબ જયારે તકરાર ૧ કરોડથી વધારેની હોઈ, આવો દાવો ચલાવવા માટે ફકત કોમર્શિયલ કોર્ટને હકુમત પહોચે છે. જેની સામે એવો વાંધો લેવામાં આવેલ કે, દિવાની કાર્યરીતિ સંહિતાની જોગવાઈ મુજબ કોર્ટની આર્થિક હકુમતથી વધારેનો સામો દાવો કરી શકાય નહી.
જેમાં ટીમા ઈન્ડિયા તરફે દલીલ કરવામાં આવેલ કે, કોમર્શિયલ કાયદાની દિવાની કાર્યરીતિ સંહિતાની જોગવાઈઓની ઉપરવટવાળી જોગવાઈઓ ધરાવતો હોવાથી સામો દાવો ભલે આર્થિક હકુમત કરતા વધારેનો હોય તે ટકવા પાત્ર છે. વધુમાં જો આવો કોઈ સામો દાવો‚ રૂ.૧ કરોડથી વધારેનો લાવવામા આવે તોપૂરેપૂરો દાવો કોમર્શિયલ કોર્ટમાં તબદીલ કરવા જે તે દિવાની કોર્ટને જ આ ફરજ આ જોગવાઈ મુજબ સોંપવામાં આવેલ છે. તાજેતરમાં ઓડીનન્સ ઉપર આધાર રાખીને દાવો તબદીલ કરવા સામે વાદી તરફે વાંધો લેવામાં આવેલ જેના સામે આજ ઓડીનન્સની જોગવાઈઓ બતાવીને પ્રતિવાદીએ દલીલ કરેલ કે, ઓડીનન્સની તારીખથી રદ કરવામાં આવેલ છે. પરંતુ તે અગાઉ જે કોઈ દાવાઓ ફાઈલ કરવામાં આવેલ હોય તેને આ ઓડીનન્સ લાગુ પડતો નથી. તદઉપરાંત અન્ય જોગવાઈઓ ઉપર આધાર રાખીને આ‚ રૂ.૧ કરોડની તકરાર મુળ દાવામાં ભલે ન હોય પરંતુ તે જો સામા દાવાની અંદર કરવામાં આવેલ હોય તો તે કોમર્શિયલ કોર્ટ અધિનિયમ હેઠળ ગણવા પાત્ર છે. પ્રિન્સીપાલ કોર્ટ દ્વારા કોમર્શિયલ કોર્ટ બનાવવાનો હેતુ ધ્યાને લઈ પ્રતિવાદીની દલીલ મુજબ તેની માંગણી મંજૂર કરવામાં આવેલ અને સીટી સીવીલ કોર્ટના રજીસ્ટરેથી આ દાવો રદ કરી કોમર્શિયલ કોર્ટમાં મોકલી આપવા આદેશ કરવામા આવેલ છે. ટીમા ઈન્ડીયા લી. પ્રતિવાદી તરફે સેજપાલ એસો. એડવોકેટ વતી રસેષ સેજપનાલ હાજર રહેલ હતા.