- 100 વર્ષ સુધી સતત વિશ્ર્વાસ સાથે સામાન્ય નાગરિકોને સમૃઘ્ધ બનાવનારી
- અમદાવાદ જીલ્લા સહકાર બેંકનો ગાંધીનગરમાં યોજાયો શતાબ્દી મહોત્સવ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિમતમાં મહાત્મા મંદિરે અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકનો ’સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ’ યોજાયો હતો.
કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહે સભ્યોને સેવાની શતાબ્દી સફળતાપૂર્વક પૂર્ણ કરવા બિલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કોઇપણ સંસ્થા અનેક ઉતાર-ચડાવ જોઈને જ્યારે 100 વર્ષ સુધી સાતત્યપૂર્ણ રીતે કામ કરે, તે સમગ્ર સમાજ માટે ગૌરવપૂર્ણ બાબત છે. સહકારીતાનો મૂળ ઉદ્દેશ્ય સામૂહિક ઉત્કર્ષનો છે, જેને અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક છેલ્લા 100 વષિથી પૂર્ણ કરી રહી છે. એડીસી બેંક નાણાકીય વ્યવહાર ઉપરાંત અનેક સામાન્ય નાગરિકોના જીવનને સમૃઘ્ધ બનાવીને સામાજિક ક્ષેત્રે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એટલા માટે જ, આજે એડીસી નાના માણસોની મોટી બેંક તરીકે પ્રસ્થામપત થઇ છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ એસીડી બેંકની સફળ શતાબ્દીને અમદાવાદ જિલ્લા સહિત ગુજરાતભરના ખેડૂતોના ઉત્કર્ષના 100 વર્ષ ગણાવતા કહ્ું હતુ કે, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સહુકારોના વિશચક્રમાંથી બચાવવા માટે વર્ષ 1925માં અમદાવાદ ખાતે એક નાની ઓરડીમાં શરૂ થયેલી ધ અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક 100 વર્ષમાં અનેક ઉતાર-ચડાવ જોયા છે. છતાં પણ આજે રૂ. 17,000 કરોડથી વધુનો બિઝનેસ, રૂ. 100 કરોડનો નફો, અડધા ટકા કરતા પણ ઓછો એન.પી.એ. રેટ તેમજ આશરે રૂ. 6,500 કરોડના ધિરાણ સાથે એસીડી બેંક દેશની સૌથી વધુ નફો કરતી અગ્રણી જિલ્લા સહકારી બેંક તરીકે પ્રસ્થાપિત થઇ છે.
ગુજરાતના ખેડૂતો પાસે સામાન્ય વ્યવસ્થાનો અભાવ હતો, દુકાળના પરિણામે આર્થિક તંગી હતી અને ખેડૂતો સહુકારોના વિશચક્રનો ભોગ બનતા હતા. તેવા કપરા સમયે મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને ગુજરાતમાં સહકારનો પાયો નાખવાની હાકલ કરી હતી. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલે શરૂ કરેલી સહકારિતા યાત્રાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વેગ આપ્યો છે. ગુજરાતમાં શરુ થયેલું સહકારિતા અંદલોન આજે રાષ્ટ્રવ્યાપી આદોંલન બની ગયું છે.
સહકારીતા મંત્રી એ કહ્યું હતું કે, ’નાના માણસની મોટી બેંક’ના મંત્રને એસીડી બેંકે સાચા અર્થેમાં ચરિતાથિ કયો છે. નાના વ્યક્તિએ સહકારી બેંકોના માધ્યમથી દેશના આર્થિક વિકાસમાં મોટું પ્રદાન આપ્યું છે. દેશમાં સહકારી માળખું વેર વિખેર હતું ત્યારે સહકારી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવા દેશમાં 70 વર્ષથી અલગ સહકારિતા મંત્રાલય સ્થાપવાની માંગ હતી જેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદિએ અલગ મંત્રાલય સ્થાપીને પૂર્ણ કરી છે.
મંત્રીએ જણાવયું હતું કે, એક વખત ખોટ કરતી એસીડી બેંક આજે સૌથી નફો કરતી સહકારી બેંક બની છે.
એસીડી બેંકે જ્યારે તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે અમદાવાદ – ગાંધીનગરના નાગરીકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણના વિકાસ માટે સેવાનો યજ્ઞ શરૂ કરે જેમાં, જરૂરી મદદ કરવાનું વિશ્વાસ અપાવતા મંત્રી શાહે કહ્યું હતું. એસીડી બેંક તમામ સહકારી બેંકોનું તીર્થ સ્થાન સાબિત થયું છે. આર.બી.આઇ. ના નિયમ મુજબ પાંચ ટકા એનપીએની સામે એસીડી અડધા ટકા કરતાં પણ સાબિત થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારિતા ક્ષેત્રને રાષ્ટ્રવ્યાપી ફલક આપવા દેશમાં પહેલીવાર અલાયદું સહકાર મંત્રાલય સ્થાપ્યું છે. સાથે સહકાર મંત્રાલયની બાગડોર પણ સાંસદ અને યુવા સહકારી અગ્રણી અમિતભાઈ શાહને સોંપી છે. ભૂતકાળમાં એડીસી બેંકના ચેરમેન તરીકે અમિતભાઈનું વિઝનરી નેતૃત્વ મવ્યું હોવાનુંએ જણાવ્યુ હતુ.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, અમિતભાઈ શાહે સતત છ વર્ષથી એનપીએ વધતાં મોટી રકમના બૂકલોસમાં આવી ગયેલી એસીડી બેંકને પોતાની આગવી સૂઝ, કુનેહ અને વહીવટી કુશળતાથી બેંકને પાટા પર ચડાવી હતી. તેમજ વષોથી ખોટમાં ચાલતી એડીસી બેંક અમિતભાઈના નેતૃત્વના પ્રથમ વર્ષથી જ નફો કરવા લાગી હતી. એક સમયે જ્યારે માધુપુરા બેંક નબળી પડી ત્યારે સહકારી ક્ષેત્ર પરનો લોકોનો વિશ્વાસ ડગી ન જાય તેની પણ ખાસ તકેદારી અમિતભાઈ શાહે લીધી હોવાનું મુખ્યમંત્રીએ જણાવયુ હતુ.
એસીડી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી પ્રસંગે બેંકના સૌ અગ્રણીઓ-હોદ્દેદારોને અભિનંદન પાઠવતાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સહકારથી સમૃઘ્ધ અને આત્મનિર્ભર ભારત” સુત્રને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ સુપેરે આગળ ધપાવી રહ્યા છે.
એસીડી બેંકના ચેરમેન અજયભાઈ પટેલે સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં સૌને આવકારતાં જણાવયું હતું કે, સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના સબળ નેતૃત્વમાં સહકારી ક્ષેત્ર વિકાસનાં અનેક નવા સોપાનો સર કરી રહ્ું છે.
એસીડી સાથે જોડાયેલા 575 સેવા સહકારી મંડળીઓના સભાસદોને વોકર, વ્હિલચેર અને ટ્રાઈસિકલ ઉપરાંત પ્રતિકાત્મક રૂપે એક ભજન મંડળીને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રતિકરૂપે વાદ્ય યંત્રો પણ આપવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે એસીડી બેંકના વિશ્વાસ- સફળતાના 100 વર્ષ નિમિત્તે બેંકની વિકાસગાથા દર્શાવતી એક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમાર, ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયક, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેન્દ્રીય સહકારીતા સચિવ આશિષ ભુતાની વિવિધ સહકારી બેંકના ડાયરેક્ટરઓ, સહકાર ક્ષેત્રના અગ્રણીઓ, બેંકના કર્મચારીઓ તથા સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.