ઉતરપ્રદેશના શખ્સ પાસેથી બંને આરોપી ૪૯૫ ગ્રામ ડ્રગ્સ લાવ્યાની કબૂલાત
અમદાવાદમાં ફરી એક વખત ડ્રગ્સનું દૂષણ ઝડપાયું છે. જેમાં પોલીસે અડધા કરોડની કિંમતનું ૪૯૫ ગ્રામ ડ્રગ્સ સાથે બે શખ્સોને દબોચી લીધા હતા. જેમાં એક લોકલ અને એક પરપ્રાંતીય શખ્સને પોલીસે દબોચી લીધા હતા. બંનેની પ્રાથમિક પુછપરછમાં આ જથ્થો ઉત્તરપ્રદેશથી લાવ્યાની કબૂલાત આપી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદમાં અસલાલી હાથીજણ રોડ પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ હાલતમાં નીકળતા બે શખ્સોની અટકાયત કરી તેની તલાસી લીધી હતી. જેમાં પોલીસે રખિયાલમાં રહેતા આઝમખાન પઠાણ અને ઉતરપ્રદેશના કૈફખાન પઠાણ પાસેથી રૂ.૪૯ લાખની કિંમતનું ૪૯૫ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આઝમખાન પઠાણ અને કૈફખાન પઠાણ બંનેની ધરપકડ કરી તેની આકરી પૂછપરછ હાથધરી હતી. જેમાં આ બંને શખ્સો ઉતરપ્રદેશના આઝાદ નામના શખ્સ પાસેથી આ એમડી ડ્રગ્સનો જથ્થો લાવ્યાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે ઉતરપ્રદેશના આઝાદ નામના શખ્સની પણ શોધખોળ હાથધરી છે.
અમદાવાદ ખાતેથી વધુ એકવાર એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. અસલાલી હાથીજણ રોડ પરથી પોલીસે રૂ.૪૯ લાખના કિંમતનું ૪૯૫ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે અમદાવાદના લોકલ રખિયાલ વિસ્તારના આઝમખાન પઠાણ અને પરપ્રાંતીય શખ્સ કૈફખાન પઠાણની ધરપકડ કરી છે. જ્યારે આ બંનેની પૂછપરછમાં ઉતરપ્રદેશના વધુ એક શખ્સ ઉતરપ્રદેશના આઝાદ નામના શખ્સ પાસેથી લવ્યાની કબૂલાત આપતા તેની શોધખોળ હાથધરી છે.