- રિવરફ્રન્ટ પર પ્રવાસીઓની સુવિધામાં વધારો
- આ આયોજન હેઠળ બહોળી સંખ્યામાં ફૂડ કિઓસ્ક ઊભા કરવામાં આવશે
- મુલાકાતીઓની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો
- વૉક-વે પર ફૂડ સ્ટોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું
Ahmedabad : રિવરફ્રન્ટ પર પ્રવાસીઓની સુવિધામાં વધારો કરાયો છે. જે દરમિયાન હવે રિવરફ્રન્ટ પર ચા-નાસ્તાની મજા માણી શકાશે, તેમાં મુલાકાતીઓને હવે ચા-કોફી અને નાસ્તાની સુવિધા વૉક-વે પર જ મળી રહેશે.
વૉક-વે પર ફૂડ સ્ટોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું
મળતી માહિતી મુજબ, વૉક-વે પર ફૂડ સ્ટોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ફૂડ સ્ટોલની ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ સ્ટોલ હરાજીથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ અમદાવાદના રિવફ્રન્ટ પર બહોળી સંખ્યામાં ફૂડ કિઓસ્ક ઊભા કરવામાં આવ્યા છે. આ આયોજન હેઠળ બહોળી સંખ્યામાં ફૂડ કિઓસ્ક ઊભા કરવામાં આવશે. સ્ટોલ મેળવવા માટે હરાજી કરવામાં આવશે અને સૌથી બહોળી બોલી લગાવનારને આ કિઓસ્ક આપવામાં આવશે.
મુલાકાતીઓની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો
અત્યાર સુધી વૉક-વે પર બંને જગ્યાએ ફૂડ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે અહીં ફરવા આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો. તેથી હવે મુલાકાતીઓની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ફૂડ-કોર્ટમાં મળશે આ સુવિધા
અત્યાર સુધી વૉક-વે પર બંને જગ્યાએ ફૂડ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે અહીં ફરવા આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો. જેથી હવે મુલાકાતીઓની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ રિવરફ્રન્ટથી થતી આવક વધારવા માટે પણ આ નિયમ લેવાયો છે. જેમાં બંને જગ્યાએ ઊભા કરેલાં ફૂડ સ્ટોલમાં ચા-કૉફી, જ્યુસ અને નાસ્તાનો સમાવેશ કરવામાં આવશે. તેમજ ગંદકી ન ફેલાય તે માટે સ્ટોલ ધારકોએ પણ કાળજી લેવાની રહેશે.