- શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
- અમદાવાદમાં સિંધુભવન-CG રોડ સાંજથી જ બંધ
- જાણો પોલીસે કરેલી રુટની વૈકલ્પિક વ્યવસ્થા
- 31stની ઉજવણી માટે યુવાનો આતુર
થર્ટી ર્ફ્સ્ટને લઇને યુવાઓ ઠેર-ઠેર ફ્ટાકડા ફેડીને ઉજવણી કરતા હોય છે. જેમાં કેટલાક રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટતુ હોય છે. તેને લઇને ટ્રાફ્કિ પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડયુ છે. જેમાં સ્ટેડિયમ સર્કલથી પંચવટી ચાર રસ્તા સુધીનો સીજીરોડ 31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી મોડી રાત્રે 3 વાગ્યા સુધી વાહનચાલકો અવરજવર કરી શકશે નહિ.
તેમજ સિંધુભવન પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઇન ચાર રસ્તા સુધીનો બંને બાજુનો રસ્તો 31 ડિસેમ્બરે રાત્રીના 8 વાગ્યાથી મોડી રાત્રે 3 વાગ્યા સુધી વાહનચાલકો માટે બંધ રહેશે. ઉપરાંત એસજી હાઇવે પર સવારે 8 વાગ્યાથી રાત્રીના ત્રણ વાગ્યા સુધી ભારે વાહનચાલકો પસાર થઇ શકશે નહિ. ત્યારે પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના રોડ અને સર્વિસ રોડ 31 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધી પાર્કિંગ કરી શકાશે નહિ. શહેરમાં થર્ટી ર્ફ્સ્ટની ઉજવણીને લઇને 9 હજાર પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં તૈનાત રહેશે. જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે 5 જેસીપી, 13 ડીસીપી, 24 એસીપી, 115 પીઆઇ, 225 પીએસઆઇ, 4500 પોલીસકર્મી, 3100 હોમગાર્ડ જવાનો, 2324 બોડીવોર્ન કેમેરા, બ્રેથ એનાલાઇઝર, 29 સ્પીડગન કેમેરા અને 78 હોકબાઇક સાથે પોલીસ રસ્તા પર ઉતરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવશે. થર્ટી ર્ફ્સ્ટની ઉજવણી માટે પોલીસ કમિશ્નર કચેરી ખાતે લોકોએ મંજૂરી માટે અરજીઓ કરી છે. જેમાં સોમવાર સુધીમાં 16થી વધુ સ્થળોએ પરમીશન અપાઇ છે. જ્યારે શહેરમાં એન્ટ્રી અને એક્ઝીટના 145 પોઇન્ટ પર નાકાબંધી કરીને વાહન ચેકિંગની કામગીરી કરાશે. આ સાથે 9 ક્વીક રિસ્પોન્સ ટીમ, 24 ક્રેન, બીડીડીએસની ચાર ટીમ તેમજ 203 જેટલા બ્રેથએનાલાઇઝરની મદદથી પોલીસની ટીમ કામગીરી કરશે. જ્યારે નવા વર્ષે રાત્રીના 11.55 થી 12.30 વાગ્યા સુધી ફ્ટાકડા ફેડી શકાશે. જેમાં ઘોઘાટ કરતા ફ્ટાકડા ફેડી શકાશે નહિ. તેમજ હોસ્પિટલ, સ્કુલ, ધાર્મિક સ્થળો સહિત સાયલન્ટ ઝોનમાં ફ્ટાકડા ફેડનાર સામે કાર્યવાહી કરાશે. શહેરમાં ઠેર-ઠેર થર્ટી ર્ફ્સ્ટની પાર્ટીઓ યોજાવાની છે. ત્યારે તેને લઇને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યારે પોલીસે ડ્રોન અને સીસીટીવીથી નજર રાખશે. જ્યારે ભરચક વિસ્તારોમાં ચોરી, ચેઇન સ્નેચિંગ, છેડતી જેવી ઘટનાઓ રોકવા માટે બાઇકથી પેટ્રોલીંગ કરશે. આ ઉપરાંત પોલીસે ડ્રગ્સ પેડલર્સ અને બુટલેગર પર પણ ખાસ નજર રાખશે.
અમદાવાદઃ નવા વર્ષ 2025ની ઠેરઠેર વેલ્કમ પાર્ટીઝ થઈ રહી છે. અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોમાં આ પાર્ટીઝ થતી હોય છે. જોકે 31 ડિસેમ્બરે જુના વર્ષને અલવિદા અને નવા વર્ષના વેલ્કમ માટે સીજી રોડ વર્ષોથી લોકોમાં કેન્દ્ર સ્થાને રહ્યો છે, હવે જોકે સિંધુભવન રોડ પર પણ વિવિધ દિવસોએ ઉજવણીઓ થવા લાગે છે. અમદાવાદ પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરની રાતથી 1 જાન્યુઆરીની રાત સુધી આ બંને રોડને વાહનો માટે બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ન્યૂ યર પાર્ટી કાર્યક્રમ દરમિયાન મહિલાઓનું માન જળવાય તે રીતે પાર્ટીનું આયોજન કરવાનુ રહેશે. કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો તમામ જવાબદારી કાર્યક્રમના આયોજકોની રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. મહિલાઓની સુરક્ષા માટે બંદોબસ્તમાં તમામ શી ટીમ તૈનાત રહેશે.
સી જી રોડ પર અમલવારી કેવી રીતે થશે
પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા પ્રમાણે સીજી રોડના સ્ટેડીયમ સર્કલથી પંચવટી સુધી 31 ડિસેમ્બર 2024ના સાંજના 6 વાગ્યાથી 1 જાન્યુઆરી 2025 ના રાત્રીના 3 વાગ્યા સુધી આ રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે.
New Year Celebration: 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત નવ હજાર જેટલો સ્ટાફ મંગળવારે સાજથી બંદોબસ્તમાં ગોઠવાશે. આ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરની રાતથી પહેલી જાન્યુઆરી 2025ની રાત સુધી સિંધુભવન-CG રોડ પર વાહનોની અવર જવર બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વૈકલ્પિક વ્યવસ્થા
આ સમય દરમિયાન પોલીસે અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરી છે. જેમાં વાહનો સમથેશ્વર મહાદેવ બોડીલાઈન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ તરફ આમને સામને બંને બાજુ રોડ ચાલુ રાખી સીજી રોડને ક્રોસ કરી શકાશે. જો કે, સીજી રોડ પર વાહન હંકારી શકાશે નહીં અને 8 વાગ્યાથી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.
મીઠાખડી સર્કલથી ગીરીશ કોલ્ડ્રીંક્સ ચાર રસ્તા થઈ સેન્ડ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તીક ચાર રસ્તા થઈ કોમર્સ છ રસ્તા આમને સામને બંને તરફ રોડ ચાલુ રાખીને સીજી રોડ ક્રોસ કરવાનો રહેશે. જોકે સીજી રોડ પર વાહન હંકારી શકાશે નહીં અને 8 વાગ્યાથી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. આ ઉપરાંત સીજી રોડ પર આવેલા કાયદેસરની બંને બાજુમાં જે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે ત્યાં પણ પાર્કિંગ વ્યવસ્થા સાંજે 8 વાગ્યા પછી બંધ રહેશે.
સિંધુભવન રોડ પર વ્યવસ્થા શું છે
આ રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધી બંને તરફનો માર્ગ 31 ડિસેમ્બર 2024ના સાંજના 8 વાગ્યાથી 1 જાન્યુઆરી 2025 ના રાત્રીના 3 વાગ્યા સુધી આ રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે.
વૈકલ્પિક વ્યવસ્થા
ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્મેઘ બંગલો ચાર રસ્તા થઈ કાલીબારી મંદીર રોડ થઈ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાયલાઈન તરફ વાહનો અવરજવર કરી શકશે.
ઝાઝરમાન ચાર રસ્તાથી બાગબાન ચાર રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજ મધ્યભાગ થઈ શિલજ સર્કલ તરફ વાહનો અવર જવર કરી શક્શે.
અમદાવાદમાં 35થી વધુ ડાન્સ પાર્ટી
અમદાવાદમાં આજે ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, હોટેલો મળીને 35થી વધુ જગ્યાએ ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું છે. જેમાં સાયલન્ટ ડિસ્કો, નિયોન નાઈટ સહિતની વિવિધ થીમ બેઝડ ડાન્સ પાર્ટીનો સમાવેશ થાય છે. અનેક ડાન્સ પાર્ટીમાં ડિનર સહિતના આયોજનો છે.
આ ઉપરાંત ખાસ જાણકારી એ પણ છે કે, આ જાહેરનામાથી સમગ્ર શહેરમાં સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધી મધ્યમ અને ભારે માલવાહક વાહનો તથા પેસેન્જર વાહનો રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં અવર જવર કરી શક્શે નહીં. જે પૈકી પેસેન્જર વાહનો સિવાયના તમામ વાહનો એસજી હાઈવે પર 31મીની રાત્રે 8થી 1ની રાત્રીના 3 વાગ્યા સુધી અવર જવર કરી શક્શે નહીં.
પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધી સર્વિસ રોડ પર 31મીએ 7 વાગ્યાથી 1લીના રાતના 3 વાગ્યા સુધી પાર્કિંગ પર પણ પ્રતિબંધ છે. નહેરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઈસ્કોન ચાર રસ્તા સુધી રોડ પર ખાનગી લક્ઝરી બસના પાર્કિંગ પર પણ આ સમય દરમિયાન પ્રતિંબધ રહેશે.