મદાવાદ આવેલા ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાબરમતી ખાતે ગાંધી આશ્રમ ની મુલાકાત લીધી હતી. અહીં નેતન્યાહૂએ રેટીંયો કાંત્યો હતો. નેતન્યાહૂએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી હતી. સાથે મોદી અને નેતન્યાહૂએ હ્રદયકુંજની મુલાકાત લઇ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. ખાસ કરીને ગાંધી આશ્રમ ખાતે નેતન્યાહૂએ તેમના પત્ની સાથે પતંગ ચગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે વર્ષમાં ચીન અને જાપાનના વડાપ્રધાન આવી ચૂક્યા છે. હવે ઈઝરાયલના વડાપ્રધાન પધાર્યા છે. જિનપિંગ, શિન્ઝો આબે અને નેતન્યાહૂ ત્રણેયમાંથી સૌથી વધુ ખતરો ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સામે છે. એટીએસનાં સૂત્રોનું કહેવું છે કે, નેતન્યાહૂને વિશ્વવ્યાપી ત્રાસવાદી સંગઠનોથી ખતરો હોવાથી સિક્યુરિટી પણ તે પ્રમાણેની ગોઠવાઈ છે.