ઓસ્ટ્રેલીયાના બેટસમેનોને આઉટ કરવા ભારતીય બોલરોનો સંઘર્ષ: સ્કોર 296/4

અમદાવાદ ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાની ટીમ જંગી  જૂમલા ભણી જઈ રહી છે ભારત પર દબાણ વધી રહ્યું છે. ઓસ્ટ્રેલીયા બેટસમેનોને આઉટ કરવા  ભારતીય બોલરો ઘર આંગણે રિતસર સંઘર્ષ  કરી રહ્યા છે.ઓસીનો સ્કોર   300 રનને પાર થઈ ગયો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલથી શરૂ  થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટમાં  ઓસ્ટ્રેલિયાના સુકાનીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ  કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર  ઉસ્માન ખ્વાજાની અણનમ સદીની મદદથી ઓસ્ટ્રેલીયાની ટીમે પ્રથમ  દિવસની રમતના અંતે ચાર વિકેટના ભોગે 255 રન બનાવી લીધા હતા આજે ઉસ્માન ખ્વાજા અને કેમરૂન ગ્રીન ભારતીય  બોલરોનો  મકકમતા પૂર્વ  સામનો કરી રહ્યા છે.

પ્રથમ ત્રણ ટેસ્ટ મેચ માત્ર અઢી દિવસમાં સમેટાય ગયા બાદ ચોથી ટેસ્ટ પૂરા પાંચ દિવસ  ચાલે તેવી શકયતા  દેખાય રહી છે.

ઓસ્ટ્રેલીયાની ટીમ તોતીંગ  જૂમલો  ખડકી ભારત પર દબાણ ઉભુ કરવાનોપ્રયાસ કરશે.આ લખાય રહ્યું છે ત્યારે ઓસ્ટ્રેલીયાની ટીમે ચાર વિકેટના ભોગે 305 રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજા 133 રન અને કેમરૂન ગ્રીન  70 રન સાથે રમતમાં છે બંને  વચ્ચે પાંચમી વિકેટ માટે 136 રનની ભાગીદારી નોંધાઈ ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.