સૌથી પ્રાચીન અને સૌથી અર્વાચીન અદ્યતન સુવિધાઓ સાથે યોગ આયુર્વેદ અને એલોપેથીનો પવિત્ર સમન્વય એટલે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ જેનું સંચાલન એસજીવીપી અઘ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામીના સંપૂર્ણ માર્ગદર્શન નીચે ભકતવત્સલદાસજી સ્વામી સંભાળી રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાં આગામી તા. ૭ થી ૧ર મે દરમ્યાન દરરોજ સવારના ૯ થી ૧ર દરમ્યાન ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ફીજીશીયન વિભાગમાં તાવ, દરદી, માથાનો દુ:ખાવો, એલર્જી, ડાયાબીટીશ, હ્રદયરોગ, ઓથોપેડીક વિભાગમાં કમર, ઘુંટણ, સાંધા, સ્નાયુના દુ:ખવા: સંધીવા, આંખના રોગોમાં મોતીયો, વેલ, ઝામર, કીકી પેટના રોગોમાં આંતરડા, સ્વાદુપીંડ વગેરે, ફેફસાના રોગોમાં એલજી, શરદી, ન્યુમોનિયા ટીબી, પેઇન મેનેજમેન્ટમાં ઓપરેશન વિના દુ:ખાવાની સારવાર, જનરલ સર્જરીમાં સારણગાંઠ, એપેન્ડીકસ, હરસ-મસા ભગંદર સારવાર ચામડીના રોગોમાં ખરજવું, ઉંદરી તેમજ અન્ય ચામડીના રોગો, દાંતના રોગોમાં રુટ કેનાલ, વાંકા ચુકા દાંત, ચોકઠા, વગેરેનું, કાન નાક ગળાનો રોગો તેમજ વજન ઘટાડવા તેમજ ડાયાબીટીસ ક્ધટ્રોલ વગેરેનું નિદાન કરવામાં આવશે.

આ ઉ૫રાંત આ હોસ્પિટલમાં યોગ આયુર્વેદીક અને એલોપથીના સમન્વય રુપ ૧૫૦ બેડની મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, ૪ મોડયુલર ઓપરેશન થિએટર, આધુનિક આઇ.સી.યુ. સેન્ટર ૨૪ બાય ૭ ઇમરજન્સી ટ્રોમાં સેન્ટર હવા ઉજાસવાળી ઇન્ડોર સુવિધાઓ આધુનિક રેડીયોલોઝી વિભાગ, પેથોલોજી લેબોરેટરી, આયુર્વેદીક પંચકર્મ થેરાપી માટે વેલનેસ સેન્ટર, નિયમિત યોગ કલાસ, એમ્બ્યુલન્સ વ્યવસ્થા આધુનિક ડાયાલીસીસ, ફેઝીયોથેરાપી સેન્ટર વિગેરે તમામ સુવિધાઓ તેમજ નિષ્ણાંતો ડોકટરની ટીમ હોસ્પિટલમાં મળી શકશે.

આ ફ્રી મેડીકલ કેમ્પનો લાભ લેવા માટે અગાઉ રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે તથા વધુ વિગત માટે એસજીવીપી, એસ.જી હાઇવે અમદાવાદ ફોન નં. ૦૨૭૧૭-૨૪૦ ૦૦૧, મો. નં. ૯૫૧૨૨ ૦૦૧૨૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.