- સાબરમતી રિવરફ્રન્ટ યોજાનારા ફ્લાવર શોની તારીખમાં ફેરફાર
- ફ્લાવર શો ૩ જાન્યુ.ની આસપાસ નાગરિકો માટે ખુલ્લો મુકાશે
- પૂર્વ PM ડૉ. મનમોહન સિંહના નિધનના પગલે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાતા તારીખોમાં ફેરફાર
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફ્લાવર શોની ફી માં વધારો કરવામાં આવ્યો છે. તેમજ 12 વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર-રવિવાર દરમિયાન 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. ફ્લાવર શોમાં VIP સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. જેનો સમય સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 નો રહેશે. આ સમયગાળા દરમિયાન જે લોકોને ફ્લાવર શો જોવો હવે તેના માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ રૂપિયા 500 ફી ચૂકવવી પડશે. ત્યારે ગત રોજ સાબરમતી રિવરફ્રન્ટ યોજાનારા ફ્લાવર શો ૩ જાન્યુઆરીની આસપાસ નાગરિકો માટે ખુલ્લો મુકાશે.
અનુસાર માહિતી મુજબ, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ગુરૂવારનાં રોજ નિધન થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ રદ્દ કર્યો છે. ત્યારે આગામી સમયમાં યોજાનાર ફ્લાવર શો ને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 25 ડિસેમ્બર થી તા. 31 ડિસેમ્બર દરમ્યાન કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ગુરૂવાર રાત્રે નિધન થતા કેન્દ્ર સરકાર દ્વારા તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કાંકરિયા કાર્નિવલ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આગામી સમયમાં યોજાનાર ફ્લાવર શો ને લઈને પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ફ્લાવર શો ક્યારે ખુલ્લો મુકાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 1 જાન્યુઆરીનાં રોજ ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સાત દિવસનાં રાષ્ટ્રીય શોકને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો તારીખ 3 જાન્યુઆરીનાં આસપાસ રોજ ખુલ્લો મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
AMC દ્વારા કાંકરિયા કાર્નિવલને લઈ મહત્વનો નિર્ણય કરાયો
અમદાવાદમાં તા. 25 થી 31 તારીખ સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ગત રોજ નિધન થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થતા કાર્નિવલ સંપૂર્ણ રદ કરાયો હતો. તેમજ AMC દ્વારા કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ કરાયો છે.
ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન હાથ ધરાશે
કાંકરિયા કાર્નિવલમાં પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કૂલ તેમજ આંગણવાડીમાં અભ્યાક કરતા 1000 જેટલા બાળકો દ્વારા એક સાથે કેન્ડી, ચોકલેટ ખોલી તેને સંપૂર્ણ ખાઈને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ત્યારે બાદ વિકસિત ભારત થીમ આધારીત કાર્નિવલ હંગામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લાઈટ એન્ડ સાઉન્ડ શો લેસર શો અને ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યુ હતું.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ યોજાનારા ફ્લાવર શોની તારીખમાં ફેરફાર જોવા મળ્યો છે. તેમજ ફ્લાવર શો તારીખ ૩ જાન્યુઆરીની આસપાસ નાગરિકો માટે ખુલ્લો મુકાવામાં આવશે. આ દરમિયાન પૂર્વ PM ડૉ. મનમોહન સિંહના નિધનના પગલે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાતા તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.