પ્રાદેશિક હવાઇ માર્ગ જોડાણ યોજના અંતર્ગત નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હવાઇ માર્ગો અને એરપોર્ટોની જાહેર કરાયેલી યાદીમાં દીવ-અમદાવાદનો સમાવેશ કરાતા દીવના પ્રજાજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
દીવથી અમદાવાદની સીધી હવાઇ સેવાનું ઘણા લાંબા સમયથી જોવાનું દીવવાસીઓનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે.
પ્રાદેશિક હવાઇ માર્ગ જોડાણ યોજના અંતર્ગત વિમાનમાં વાજબી દરે મુસાફરોને સીટો ઉપલબ્ધ કરાવશે જે માટે વિમાન સેવા સંચાલકોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નાણાંકીય સહાય પ્રાપ્ત થશે.
દીવ-અમદાવાદ હવાઇ સેવા શ‚ થતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. ઉત્તર ભારતના પ્રવાસીઓને દીવ આવવા માટેની સુવિધામાં વધારો થશે. દીવ અને અમદાવાદ વચ્ચે વેપાર ઉદ્યોગોનો વિકાસ થશે. ખાસ કરીને દીવમાં ઔદ્યોગિક મૂડી રોકાણની તકો વધશે