Ahmedabad : નવરાત્રીને હવે થોડા જ દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે વિશેષ આયોજન કર્યું છે. તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ હેઠળ મહિલા પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવશે.આ સાથે જ શહેરમાં આયોજીત મોટા ગરબા આયોજનમાં મહિલાઓ પોલીસકર્મીઓને ફરજ સોંપવામાં આવશે.
આ મહિલા પોલીસ કર્મચારીઓ ગરબાના વિવિધ સ્થળ પર ભીડમાં જઇને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખવામાં આવશે. આ દરમિયાન મહિલાઓની છેડતી, અસામાજીક તત્વોનો આતંક જણાશે તો આ મહિલા પોલીસકર્મીઓ તેને સજા આપવામાં આવશે.
હાલ શહેરમાંથી વિવિધ આયોજકોએ ગરબા આયોજન માટે પોલીસ વિભાગ પાસે મંજુરી માગી છે. ત્યારે કાયદા વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસ CCTV દ્વારા નજર રાખશે. અને નવલા નોરતાનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા અંગે આયોજકોની સાથે હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોર અથવા કોમર્શિયલ સ્થળોએ સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત સિગ્નલ અથવા ચાર રસ્તા અને આંતરિક માર્ગો સહિતના મુખ્ય માર્ગો પર પણ CCTV કેમેરા દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવશે. ખાસ કરીને રોડની સામે આવેલી દુકાનો કે ખાણીપીણીના સ્ટોલ પર 24 કલાક CCTV દ્વારા નજર રાખવામાં આવશે. જ્યાં ગરબા સ્થળની આસપાસ લાઇટિંગ ઓછી હોય કે નહીં ત્યાં પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે.