કોરોના મહામારીને નાથવા તંત્ર અને લોકો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવે છે. જેમાં કોવીડ સેન્ટરો ઉભા કરવા, ઓક્સિજન પૂરતી માત્રમાં પૂરો પાડવો, રસીકરણ અભિયાને દેશના હરેક લોકો સુધી પોંહચાડવુ, જેવા વગેરે કામો કરવામાં આવે છે. આવી જ રીતે કોરોનાને માત આપવા અને રસીકર અભિયાને વેગ આપવા અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન પૂર જોશમાં ચાલી રહ્યું છે.
અમદાવાદ મહાનગર પાલિકાએ અત્યાર સુધીમાં ડ્રાઈવ ઈન સિનેમા, સરદાર સ્ટેડિયમ અને નિકોલમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બને તે માટે આજથી અમદાવાદના જોધપુર વોર્ડમાં આવેલ મનપા ગ્રાઉંડમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ થશે. જોધપુર વોર્ડના એમસી ગ્રાઉંડમાં વેક્સિનેશન શરૂ થતા સેટેલાઈટ, પ્રહ્લાદનગર અને જોધપુર વિસ્તારના નાગરિકોને વેક્સિનેશન મળી શકશે.
ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 11017 કેસ નોંધાયા છે. જેની સામે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 102 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8731 પર પહોચ્યો છે.
રાજ્યમાં આજે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,78,397 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,483 પર પહોંચ્યો છે. જેમાંથી 804 દર્દી વેન્ટિલેટર પર અને 1,26,679 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.94 ટકા છે.