પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાન ેમાટે તથા દિવાળીના તહેવારને ધ્યાનમાં લઇને અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની કુલ 10 ટ્રિપ વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ-ઓખા સ્પેશિયલ 29 ઓક્ટોબરથી 26 નવેમ્બર, 2022 સુધી દર શનિવારે અમદાવાદથી 23.35 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 08.25 વાગ્યેઓખા પહોંચશે.
એજ રીત ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર, 2022 સુધી દર રવિવારે ઓખાથી 23.45 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 08.45 વાગ્યે અમદાવાદ પહોંચશે.
રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા તેમજ દ્વારકા સ્ટેશન રોકાશે. ટ્રેનમા ંથર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે.
બુકિંગ19 ઓક્ટોબર થી પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.