મહાનગરમાં કોરોનાને કાબુમાં લેવા રાજ્યના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાની ખાસ અધિકારી તરીકે નિમણૂંક
અમદાવાદના મ્યુ.કમિશનર વિજય નહેરા પોતાની ફરજ દરમિયાન બે કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાથી ૧૪ દિવસ માટે સેલ્ફ કવોરન્ટાઈન થયા છે. તેમણે પોતાનો ચાર્જ અગાઉ મ્યુ.કમિશનર તરીકે ફરજ બજાવી ગયેલા મુકેશકુમારને સોંપાયો છે.
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને કાબૂમાં લેવા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. મુખ્ય સચિવથી માંડીને કૈલાસનાથન સહિતના અધિકારીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે અને શહેરની પરિસ્થિતિનો તાગ મેળવીને આગામી રણનીતિ ઘડવા માટે તૈયારીઓ શરૂ કરી છે. જેને લઇનેે રિવરફ્રન્ટમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન અને નવનિયુકત વિશેષ અધિકારી ડો.રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર હાજર રહ્યાં હતા. આ ઉપરાંત શહેરના તમામ નાયબ કમિશનરો વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
કોરોના વાઇરસના પોઝિટિવ કેસના સંપર્કમાં આવ્યા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર વિજય નેહરા હોમ ક્વોરન્ટીન થયા છે અને હાલમ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે રાજ્યના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવરાજીવકુમાર ગુપ્તાને નિમવામાં આવ્યા છે. કોરોના વાઇરસને લગતી તમામ સારવાર માટેની સુવ્યવસ્થા, સંકલન અને સુપરવિઝન માટે વિશેષ અધિકારી તરિકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક કરવામાં આવી છે.