ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 379 નોંધણીઓ
અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાનોની નોંધણી પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં દોઢ હજારથી વધુ શ્વાનોની નોંધણી થઈ ચૂકી છે. આમાંથી, ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 382 કૂતરા નોંધાયા છે. આ કૂતરાઓમાં, મોટી સંખ્યામાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ, પોમેરેનિયન લોએસ્ટ જેવી જાતિના કૂતરાઓ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર
શહેરના વિવિધ ભાગોમાંથી 1332 માલિકોએ તેમના ૧૫૦૯ શ્વાનોનું ઓનલાઈન નોંધણી કરાવી છે. આમાંથી, ઉત્તરમાં બોપલ, ગોતા, હેબતપુર, ગુરુદ્વારા, શીલજ ગામ, ડ્રાઇવ-ઇન-રોડ, ઘુમા, ઘાટલોડિયા, આંબલી, ભાડજ, છારોડી, ઇસ્કોન અને ઓગણજમાં સૌથી વધુ 342 લોકોએ 379 શ્વાનોની નોંધણી કરાવી છે.
– પશ્ચિમ ઝોન
જ્યારે પશ્ચિમ ઝોનમાં, ગુજરાત કોલેજ, વાડજ, ન્યુ રાણીપ, સોલા, મેમનગર, વાસણા, ઉસ્માનપુરા, ધરણીધર, મોટેરા સ્ટેડિયમ, ચાંદખેડા, નિર્ણયનગર વગેરે વિસ્તારોમાં, 316 લોકોએ 354 કૂતરાઓનું રજીસ્ટ્રેશન કરાવ્યું. દક્ષિણ પશ્ચિમના વેજલપુર, સરખેજ, પ્રહલાદનગરમાં, 235 લોકોએ 282 શ્વાનોની નોંધણી કરાવી. જ્યારે વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, વટવા અને રામોલના પૂર્વીય વિસ્તારોમાં ૧૭૩ લોકોએ ૧૯૬ શ્વાનોની નોંધણી કરાવી. આ ઉપરાંત, ઉત્તર ઝોનના કોતરપુર, નરોડા, ઠક્કરનગર, નાના ચિલોડા સહિતના વિવિધ વિસ્તારોમાં 82 લોકોએ 90 શ્વાનોનું રજીસ્ટ્રેશન કરાવ્યું, જ્યારે મધ્ય ઝોનના શાહીબાગ, અસારવા, દૂધેશ્વર વિસ્તારમાં સૌથી ઓછા 38 લોકોએ 38 શ્વાનોનું રજીસ્ટ્રેશન કરાવ્યું.