Ahmedabad: ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ છે. તેમજ જયપુર-રતલામ માર્ગ પરથી અમદાવાદમાં ડ્રગ્સ લેવાયુ હોવાનો ખુલાસો થયો છે. તેમાં મળતી માહિતી અનુસાર ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 1 કરોડની આસપાસ હોવાનું સામે આવ્યુ છે.
ડ્રગ્સ પેડલરની નવી મોડ્સ ઓપરેન્ડી આવી સામે
અમદાવાદમાં ફરી એકવાર MD ડ્રગ્સ પકડાયું છે. અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. સરખેજમાં કારના ટાયરમાં ડ્રગ્સ સંતાડીને હેરાફેરી કરાતી હતી.
પોલીસે 1 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા ઇકોના ટાયરમાં છુપાવીને રાખેલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચે આરોપીની પૂછપરછ શરૂ કરી દીધી છે.